Advertisement
Author: નોબત સમાચાર

પરમાણુ બોમ્બ ધરાવતા પડોશી દેશ પાકિસ્તાનનું ભારતે સન્માન કરવું જોઈએઃ મણિશંકર ઐયર

સામ પિત્રોડા પછી હવે બીજા કોંગી નેતાના નિવેદનથી જાગ્યો વિવાદઃ રાજકીય ક્ષેત્રે ઘેરા પડઘા

નવી દિલ્હી તા. ૧૦: કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી હવે બીજા કોંગી દિગ્ગજે બફાટ કર્યો છે અને રાજકીય ક્ષેત્રે તેના ઘેરા પડઘા પડશે તેમણે કહ્યું કે પરમાણુ બોમ્બ ધરાવતા પાકિસ્તાનનું ભારતે સન્માન કરવું જોઈએ.

આ પહેલા વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા પછી હવે કોંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.

મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે. અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ, કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે વાતચીત ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

મણિશંકરે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. અમારી પાસે પણ છે, પણ જો કોઈ પાગલ આ બોમ્બ લાહોરથી છોડવાનું નક્કી કરે તો શું થાય. આ રેડિયેશનને અમૃતસર પહોંચવામાં આઠ સેકન્ડ પણ નહીં લાગે. જો આપણે તેમને માન આપીશું તો તેઓ શાંત રહેશે, પરંતુ જો આપણે તેમને નાના દેખાડતા રહીશું તો કોઈ પાગલ આવીને બોમ્બ ફેંકશે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે હું એમ નથી કહેતો કે આપણે વિચારવું જોઈએ કે આપણી સમસ્યાઓ કેવી રીતે હલ થશે? આ નિષ્ણાતોનું કામ છે. હુ માત્ર એટલું જ કહું છું કે તમે નફરત દર્શાવીને કે બંદુક બતાવીને પરિસ્થિતિ સુધારી શકતા નથી. આપણે સમજવું પડશે કે પાકિસ્તાન પણ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તેનું સન્માન પણ છે. તેમનું માન જાળવીને આપણે કડકાઈથી બોલવું જોઈએ. હવે શું થઈ રહ્યું છે? અમે વાત નથી કરી રહ્યા, આનાથી તણાવ વધી રહ્યો છે.

અય્યરે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે, પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી તમામ વાતો બંધ છે, જ્યારે બીજી વ્યક્તિ પાસે તાકાત ન હોય ત્યારે આપણે તાકાત બતાવવી જોઈએ. તેની તાકાત રાવલપિંડીમાં પડેલી છે. ગેરસમજ ફેલાશે તો ઘણી તકલીફ થશે. તેમણે કહ્યું કે રાજીવ ગાંધીએ પાકિસ્તાન સાથે યુદ્ધના ભય વચ્ચે શાંતિનો માર્ગ શોધી કાઢ્યો હતો. મોદીજી યુદ્ધનો માર્ગ શોધી રહ્યા છે.

તેમણે ઉમેર્યું કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ, કારણ કે આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત ઘમંડી રીતે આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh