Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન ખાતાની જામનગરમાં ૧૪ મે ના વરસાદની આગાહી
જામનગર તા. ૧૦: જામનગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી રહ્યું હતું.
આઈએમડી-અમદાવાદના વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં તા. ૧૪ મે ૨૦૨૪ના જામનગર જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેની અસર પણ જોવા મળી રહી છે. વાદળોના આંટાફેરા વધારે જોવા મળી રહ્યા છે.
જામનગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૫.૫ ડિગ્રીએ અને લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી વધુ રહેતા જનતાએ બપોરે આકરા તાપનો અનુભવ કર્યો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૫ થી ૪૦ કિમીની રહી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા ઘટીને ૭૭ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial