Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીમાં
જામનગર તા. ૧૦: જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીમાં દત્તાત્રેય મંદિર પાસે રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન સોસાયટીના પ્રમુખ આર.કે. શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સુવિધામાં ફિઝિયોપેરામીસ્ટ ડો. માનસીબેન અનડકટ (મો.નં. ૯૯૭૪૬ ર૮૬૦૭) દર્દીનો જરૂરિયાત મુજબ કસરત કરાવશે. પાંચ દિવસની કસરતનો રાહત દરે ચાર્જ રૂા. ૧૦૦ લેવામાં આવશે. મર્યાદિત સંખ્યામાં દર્દીઓની સારવાર શક્ય હોવાથી અગાઉથી મોબાઈલ ઉપર એપોઈન્ટમેન્ટ મેળવી લેવા જણાવાયું છે.
આ સુવિધાના પ્રારંભ પ્રસંગે કીર્તિભાઈ ફોફરિયા, દિલીપભાઈ મહેતા, આશાબેન મહેતા, શૈલેષભાઈ અનડકટ, રાજેશ્રીબેન, ડો. ભાવેશભાઈ મહેતા, જવાહરભાઈ મહેતા, આસુતોષભાઈ ભટ્ટ વગેરે હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial