Advertisement
Author: નોબત સમાચાર

એકલવાયી જિંદગી વ્યતિત કરતા વિકલાંગ યુવાને કર્યા ઝેરના પારખા

મૃત્યુ નિપજતા પોલીસે પરિણીત બહેનનું નિવેદન નોંધ્યુંઃ

કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા અને લાંબા સમયથી એકલવાયી જિંદગી વ્યતિત કરતા એક વિકલાંગ યુવાને કંટાળી જઈને ગઈકાલે ઝેરના પારખા કર્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પરિણીત બહેને પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના અરલા ગામમાં વસવાટ કરતા રાજેશભાઈ અમૃતલાલ ખખ્ખર (ઉ.વ.૪૮) નામના યુવાન બંને પગમાં વિકલાંગતા ધરાવતા હતા અને હાલમાં લાંબા સમયથી તેઓ એકલવાયુ જીવન વ્યતિત કરતા હતા.

એકલવાયી જિંદગીથી કંટાળી જઈ રાજેશભાઈએ ગઈકાલે સવારે પોતાના ઘરના ફળીયામાં કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવારના અંતે તેમનું મૃત્યુ નિપજ્યું છે. રાજકોટમાં વિવેકાનંદ ટાઉનશીપમાં રહેતા તેમના પરિણીત બહેન અરૃણાબેન રમેશભાઈ રાચ્છે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh