Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જુમ્મા મસ્જીદ વકફ બોર્ડની માલિકીની દુકાનોના ભાડામાં તોતીંગ વધારો

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત જુમ્મા મસ્જીદ વકફ બોર્ડની માલિકીની ૮ર દુકાનો ભાડેથી આપવામાં આવી છે. આ દુકાનોના ભાડુઆતોને વકફ બોર્ડના વકીલ હાજી હસન ભંડેરી મારફત નોટીસ પાઠવી તા. ૧-૪-રર થી અમલમાં આવે તે રીતે દુકાનોના ભાડામાં વધારો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આ દુકાનોમાં વરસોથી ભાડુઆતો નજીવું ભાડુ ભરી રહ્યા છે. ત્યારે હવે વકીલની નોટીસમાં જણાવ્યા પ્રમાણે આ મિલકત વકફ મિલકત છે આ મિલકતોના ભાડા નજીવા હોવાથી જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ-વકફને મોટી આર્થિક નુકસાની ભોગવવી પડી રહી છે. વકફ એકટ ૧૦૦પ અને વકફ પ્રોપર્ટી લીઝ રૃલ્સ-ર૦૧૪ ની જોગવાઈ મુજબ વર્તમાન બજાર ભાવ-સરકારની બજાર કિંમતથી જંત્રીના ભાવો મુજબ કોમર્શિયલ જગ્યાના દસ ટકા રકમ ભાડા પેટે તા. ૧-૪-રર થી ચૂકવવાની અને નવો લીવ એન્ડ લાયસન્સનો કરાર કરાવી લેવા નોટીસ આપવામાં આવી છે. જો આઠ દિવસમાં નવો ભાડા કરાર કરવામાં નહીં આવે તો નોટીસ લેનાર ભાડુઆત જગ્યાના દબાણકર્તા ગણાશે. જાણવા મળતી વિગતો પ્રમાણે આ દુકાનોના ભાડા વરસોથી ૩૦-૪૦-પ૦ રૃપિયા જેવા સાવ મામુલી ભાડા છે હવે આ ભાડા રૃા. પ હજારથી છ હજાર પ્રતિ માસ કરવા માટેની નોટીસ મળતા સંબંધિત ભાડુઆત દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી છે અને આ તોતીંગ ભાડા વધારા સામે દુકાનદારો દ્વારા વકીલની સલાહ લઈ ટ્રસ્ટના નિર્ણયને અદાલતમાં પડકારવા હિલચાલ ચાલી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh