Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ, પત્ની, પુત્રએ પથ્થરના છૂટા ઘા કર્યાઃ
જામનગર તા. ૧૦ઃ લાલપુરના મોડપર ગામમાં રહેતા એક આસામીના મકાનમાંથી પાડોશીના વીજ જોડાણનું દોરડું પસાર થતું હોય અને તે દોરડું અવારનવાર તૂટી જતું હોવાથી આ આસામીએ તે દોરડું બીજા થાંભલામાં લગાવી લેવાનું કહેતા થયેલા ઝઘડા પછી પતિ, પત્ની, પુત્રએ પથ્થરના છૂટા ઘા કરી માથામાં ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
લાલપુર તાલુકાના મોડપર ગામમાં વસવાટ કરતા પૂંજાભાઈ ખીમાભાઈ ચૌહાણ (ઉ.વ.૭૦) નામના વૃદ્ધના ઘરના ફળીયામાંથી પાડોશી રમેશભાઈ ભીખાભાઈ ચૌહાણના ઘરનું ઈલેકટ્રીકનું દોરડું નીકળે છે. તે દોરડું અવાર નવાર તૂટી જતું હોવાથી તેને રીપેર કરાવવંુ પડતું હતું.
તે દરમિયાન પૂંજાભાઈએ પોતાના ઘર પાસે આવેલા થાંભલામાંથી તે દોરડું કાઢીને રમેશભાઈના ઘર સુધી જતું હોય ત્યાંથી તે દોરડું કાઢી લઈ બીજા થાંભલામાં લગાવી લેવા માટે રમેશભાઈને કહ્યા પછી બોલાચાલી થઈ હતી અને તે પછી ગઈકાલે સવારે રમેશભાઈ તથા બાબુ રમેશભાઈ, વાલીબેન રમેશભાઈ ચૌહાણે હુમલો કરી પથ્થરના ઘા કરતા પૂંજાભાઈને માથામાં ઈજા થઈ છે. તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial