Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા રૃપિયા અડધા કરોડના ખર્ચે ઝંડા ખરીદશેઃ વિતરણ થશે ?

ભાજ૫ના હોદ્દદારને અપાયો કોન્ટ્રાક્ટ

જામનગર તા. ૧૦ઃ તિરંગો એ દેશની શાન છે, તેનું આદર-સન્માન કરવું જ પડે, તેમાં બે મત નથી, પરંતુ જામનગર મહાનગરપાલિકા કે જેનો વહીવટ હંમેશાં વિવાદમાં રહ્યો છે. તેણે તિરંગાનું વિતરણ કરવા માટે રૃા. પપ લાખ જેટલું માતબર ખર્ચ મંજૂર કર્યુ છે. શું આ દોઢ લાખ ઝંડાનું વિતરણ થશે ખરૃ...? તે અંગે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.

જામનગર મહાનગરપાલિકાની ગઈકાલે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં હર ઘર તિરંગા અંતર્ગત રૃા. પપ લાખ પ૦ હજારનો ખર્ચ તિરંગા ખરીદવા માટે મંજૂર કરવામાં આવ્યો હતો. તિરંગા માટે લાખો નહીં પરંતુ કરોડોનો ખર્ચ થાય તો પણ વાંધો હોય શકે નહીં, પરંતુ મહાનગરપાલીકા દ્વારા રૃા. પપ લાખના ખર્ચે આશરે દોઢ લાખ નંગ ઝંડા ખરીદવામાં આવનાર છે, શું તેનું વિતરણ થઈ શકશે...?

મહાનગરપાલિકા પાસે વ્યવસ્થા શક્તિ છે ખરી...? ગત્ વર્ષ પણ લાખોના ઝંડા ખરીદવામાં આવ્યા હતાં. પરંતુ ચર્ચાતિ વિગતો મુજબ એ ઝંડાનું પૂરતા પ્રમાણમાં વિતરણ થયું જ નથી. તો શું આ વર્ષે થશે ખરૃં...?

આટલી મોટી રકમનો ખર્ચ છતા મહાનગરપાલિકા દ્વારા ઝંડા ખરીદવા માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. અને સીધો જ ભાજપના હોદ્દેદારને અડધા કરોડથી વધુની રકમનું કામ સોંપી દેવામાં આવ્યું છે.

જવાબદાર અધિકારી કહે છે કે, ગત્ વર્ષના ભાવથી જ આ વર્ષ પણ ગત્ વખતના કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું છે. એટલે કે, સત્તાધારી પક્ષના હોદ્દેદારને જ અડધા કરોડની લ્હાણી થનાર છે. તેમાંથી કેટલાક રૃપિયાના ઝંડાનું વિતરણ થશે એ તો ભગવાન કે મનપાના અધિકારી જાણે.આ ઉપરાંત રિલાયન્સ દ્વારા પણ આશરે ૬૪ હજાર ઝંડા મહાનગરપાલિકાને આપવામાં આવનાર છે. આમ, મહાનગરપાલિકાના આ અધરાઅધરના વહીવટ અંગે અનેક ચર્ચા જાગી છે. જો કે, મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીના આશીર્વાદ હોવાથી આર્થિક વિકાસનો ઝંડો સતત ઉંચે ફરકી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh