Advertisement
Author: નોબત સમાચાર

ગાઝાની શાળા પર ઈઝરાયેલનો ભયાનક હવાઈ હુમલોઃ ૧૦૦થી વધુ લોકોના મોત

વિસ્થાપિત પેલેસ્ટિનિયનો શાળા પરીસરમાં રહેતા હતા

જેરૃસલેમ તા. ૧૦ઃ ગાઝાના દારાજ જિલ્લામાં એક શાળા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૧૦૦થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે સ્કૂલ પર હુમલો કરવામાં આવ્યો તે સ્થળનો ઉપયોગ વિસ્થાપિત નાગરિકો માટે આશ્રયસ્થાન તરીકે થતો હતો.

ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ દાવો કર્યો છે કે શનિવારે સવારે ગાઝાની એક સ્કૂલ પર ઈઝરાયેલના હુમલામાં ૧૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. મૃતકોની સંખ્યા ૯૦ થી ૧૦૦ ની વચ્ચે છે અને ડઝનેક લોકો ઘાયલ છે. ત્રણ ઈઝરાયેલી રોકેટ એક શાળા પર પડ્યા જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનો રહેતા હતાં. એજન્સીના પ્રવકતા મહમૂદ બસ્સલે જણાવ્યું હતું. ગાઝાના રાજ્ય મીડિયા કાર્યાલયે જણાવ્યું હતું કે હુમલામાં ૧૦૦ થી વધુ લોકો શહીદ થયા હતાં.

કહેવાય છે કે સ્કૂલ પર ઈઝરાયેલના હુમલાથી સમગ્ર કેમ્પસમાં ભારે આગ લાગી ગઈ હતી. આગમાં ફસાયેલા પેલેસ્ટાઈનીઓને મદદ કરવા માટે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. હુમલાને ભયાનક ગણાવતા એજન્સીએ કહ્યું કે હુમલા દરમિયાન કેટલાક મૃતદેહોમાં આગ લાગી હતી. ગુરૃવારે ગાઝામાં ઈઝરાયેલી દળોએ બે શાળાઓ પર હુમલો કર્યા પછી આ હુમલો થયો છે, જેમાં ઓછામાં ઓછા ૧૮ લોકો માર્યા ગયા છે. તે સમયે ઈઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેમણે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો છે.

શનિવારે ગાઝા શહેરના અલ-સાહબા વિસ્તારમાં અલ-તબાયિન સ્કૂલ પર થયેલા હવાઈ હુમલા બાદ, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ જણાવ્યું હતું કે તેણે હમાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થિત હમાસના આતંકવાદીઓ પર ચોકસાઈપૂર્વક હુમલો કર્યો હતો. કમ્પાઉન્ડમાં બચાવકર્તાઓ ગાઝા શાળાની આગમાં ફસાયેલી મહિલાઓ અને બાળકો સુધી પહોંચી શકયા નથી કારણ કે  ઈઝરાયેલી સત્તાવાળાઓએ આ વિસ્તારમાં પાણીનો પુરવઠો કાપી નાખ્યો છેે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh