Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના મોટા ઈટાળામાં ઈજનેરની હત્યાનો પ્રયાસ કરનાર ૬ શખ્સને દબોચી લેવાયા

નિયમ મુજબ કામ કરવાનું કહેતા થયો હતો હલ્લોઃ

જામનગર તા. ૧૦ઃ ધ્રોલના મોટા ઈટાળામાં પુલના ચાલી રહેલા કામ પર નિરીક્ષણ માટે ગયેલા સરકારી ઈજનેર પર હુમલો થયો હતો. તે ગુન્હાના છ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. ઈજનેરે નિયમ મુજબ કામ કરવાનું કહેતા તેમના પર ધોકાથી હુમલો કરાયો હતો અને મોટર ફેરવી હત્યાનો પ્રયાસ કરાયો હતો.

ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પેટા વિભાગમાં મદદનીશ ઈજનેર તરીકે નીલરાજસિંહ બારડ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં આર એન્ડ બી વિભાગ દ્વારા મોટા ઈટાળા પાસે માઈનોર બ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જૂનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રક્શન નામની પેઢી કોન્ટ્રાક્ટ મેળવી તેનું બાંધકામ કરે છે.

બાંધકામના આ સ્થળે બુધવારે ઈજનેર નીલરાજસિંહ રૃટીન મુજબ વિઝીટ પર ગયા હતા. જ્યાં તેઓએ નિરીક્ષણ કર્યા પછી કામમાં ઓછો સિમેન્ટ વાપરવામાં આવી રહ્યો છે તેમ જણાવી સ્પેસિફિકેશન મુજબ કામ કરવા અને પૂરતી સિમેન્ટ વાપરવા સૂચના આપતા મામલો બીચક્યો હતો.

કોન્ટ્રાક્ટર પેઢીના અમિત ઝાલાએ મદદનીશ ઈજનેરને મારી નાખવો છે તેમ કહી ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુથી માર મારવાનું શરૃ કર્યું હતું. જેમાં અન્ય શખ્સો જોડાયા હતા. તેથી મદદનીશ ઈજનેર પોતાનો જીવ બચાવવા માટે ઈટાળા ગામ તરફ દોટ મૂકીને નાસવા માંડ્યા હતા. તેની પાછળ અમિત ઝાલાએ જીજે-૧૧-બીએચ ૮૮૮૦ નંબરની ક્રેટા મોટર દોડાવી હતી પોતાનો જીવ બચાવવા નીલરાજ સિંહ દુકાનના ઓટલા પર ચઢી ગયા હતા. ત્યાં આવી અમિત ઝાલાએ મોટર તેમના પર ફેરવી દેવાનો પ્રયાસ કર્યાે હતો. તે પછી અમિત તથા અન્ય પાંચ શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નીલરાજસિંહે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓની શોધ શરૃ કર્યા પછી ગઈકાલે અમિત ઝાલા સહિતના છ શખ્સ પોલીસની ગિરફતમાં આવી ગયા છે. આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh