Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાડોશી દેશ બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં
નવી દિલ્હી તા. ૧૦ઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી હિંસા, આગચંપીનો જે માહોલ સર્જાયો તેને લઈ દેશ, દુનિયામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ અંગેનો વિરોધ યુનોએ પણ કર્યાે હતો. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનના ઓઠા હેઠળ કેટલાક કટ્ટરપંથીઓએ હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા છે. ત્યારબાદ શુક્રવારે સેંકડો બાંગ્લાદેશી હિંદુઓએ ઢાકામાં વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ એ વાત પર ભાર મૂક્યો કે આ દેશ સૌનો છે. ઉપરાંત સમુદાયની સુરક્ષા માટે પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં રેલી કાઢી પ્રદર્શન કરી રહેલા હિંદુઓએ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે, દેશ કોઈના બાપનો નથી. અમે પણ લોહી વહેવડાવ્યું છે. જરૃર પડી તો ફરીથી લોહી આપીશું, અમે બાંગ્લાદેશ નહીં છોડીએ. આ દરમિયાન બાંગ્લાદેશના સોશિયલ વર્કર પર પણ નિશાન સાધ્યું છે. જેઓએ હિંસાથી અત્યાર સુધી મૌન રહ્યા હતા. રેલીમાં સામેલ એક યુવકે કહ્યું કે હિંદુ સમુદાય પોતાના ઘર અને દુકાનોની સુરક્ષા ઈચ્છે છે. આ દરમિયાન તેમને વધુમાં કહ્યું કે, એક મંત્રાલય અને લઘુમતી સુરક્ષા પંચની માંગ પણ કરી હતી. ત્યારબાદ લઘુમતીઓ વિરોધ હુમલા રોકવા માટે તેઓએ કડક કાયદો બનાવવા અને તેને લાગુ કરવા સંસદમાં લઘુમતીઓ માટે ૧૦ ટકા બેઠકો અનામત કરવા માંગ મૂકી હતી.
બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી એકતા પરિષદ અનુસાર, શેખ હસીના સત્તામાંથી હટી ગયા પછી દેશમાં ૬૪માંથી ૫૨ જિલ્લાઓમાં લઘુમતી સમુદાયો પર હિંસાની ૨૦૫ ઘટનાઓ રિપોર્ટ કરવામાં આવી છે. સંગઠને દેશના વચગાળાના નેતા મોહમ્મદ યુનુસને પત્ર લખી કહ્યું કે, દેશમાં લઘુમતીમાં ઉંડી આશંકા, ચિંતા અને હતાશા છે. આજે સેંકડો બાંગ્લાદેશી વિરોધીઓએ સુપ્રિમ કોર્ટનો ઘેરાવ કર્યાે હતો અને મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને રાજીનામુ આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. વિરોધીઓએ ધમકી આપી છે કે જો તેઓ સમય મર્યાદા પહેલા રાજીનામુ આપવામાં નિષ્ફળ જશે તો તેઓ ન્યાયાધીશોના નિવાસસ્થાનોને ઘેરી લેશે. વિદ્યાર્થીઓ અને વકીલો સહિત હજારો વિરોધી સુપ્રિમ કોર્ટના પરિસરમાં ભેગા થવા લાગ્યા અને મુખ્ય ન્યાયાધીશ અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial