Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯ વર્ષ સુધી ત્રાસ સહન કર્યા પછી નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરના એક યુવતીના લગ્ન ૨૩ વર્ષ પહેલાં ગિર સોમનાથ જિલ્લાના ધોકડવા ગામમાં થયા પછી સાસરિયાએ ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. લગ્નના ચારેક વર્ષ પછીથી પતિ, સાસુ, બે દિયરે ગાળો ભાંડી મારકૂટ કર્યાનું આ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે.
જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં શિવમ્ એ૫ાર્ટમેન્ટમાં રહેતા પૂનમબેન રાજેન્દ્રભાઈના લગ્ન ૨૦૦૧માં ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ધોકડવા ગામના પરેશભાઈ ધીરૃભાઈ કોટેચા સાથે થયા પછી ૧૯ વર્ષ સુધી તેણીને ત્રાસ અપાતા કંટાળી ગયેલા આ પરિણીતા પિયર પરત ફર્યા છે. તેઓએ ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ પતિ પરેશ ધીરૃભાઈ તેમજ સાસુ ગીતાબેન ધીરૃભાઈ, દિયર હિતેન્દ્રભાઈ તેમજ રશ્મિનભાઈ ધીરૃભાઈ કોટેચાએ નાની બાબતોમાં વાંક કાઢી લગ્નના ચાર વર્ષ પછીથી શારીરિક તથા માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. ગાળો ભાંડી મારકૂટ કરતા પતિ સહિતના સાસરિયાઓથી ત્રાસી જઈ આ મહિલા પિયર પરત ફર્યા છે. મહિલા પોલીસ સ્ટેશનમાં જમાદાર જે.એ. કુકડીયાએ બીએનએસની કલમ ૮૫, ૧૧૫ (ર), ૩૫૨, ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial