Advertisement
Author: નોબત સમાચાર

બ્રાઝીલમાં વિમાન દુર્ઘટનાઃ તમામ ૬ર મુસાફરના ઘટના સ્થળે જ મોત નિપજ્યા

વિમાન બેકાબુઃ પ૮ યાત્રી અને ૪ ક્રુ મેમ્બર સવારઃ

લંડન તા. ૧૦ ઃ બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના એક શહેરના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે ૬ર લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું હતું. એરલાઈન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ પ્લેન સાઓ પાઉલોના ગુઆરુલોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. નિવેદન અનુસાર, પ્લેનમાં પ૮ મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતાં. જો કે વિમાન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું તે જાણી શકાયું નથી.

પ્લેન ક્રેશના કેટલાક વિઝયુઅલ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આમાં દુર્ઘટનાની તીવ્રતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમા જોવા મળી રહ્યું છે કે વિમાન અચાનક હવામાં ફરવા લાગે છે. આ પછી તે સંપૂર્ણપણે કાબૂ બહાર જાય છે અને ઝડપથી જમીન તરફ પડવા લાગે છે. જેના કારણે પ્લેન જ્યાં પડ્યું છે ત્યાં અરજકતા સર્જાય છે. ત્યારબાદના વિઝયુઅલમાં પ્લેન પડી રહ્યું છે અને ધુમાડો ઝડપથી વધી રહ્યો છે અન્ય વીડિયોમાં જવાળાઓ દેખાઈ રહી છે. મુસાફરોનો સામાન અહીં-ત્યાં વિખરાયેલો છે અને કેટલાક લોકોના મૃતદેહ સળગતા જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફટ, એટીઆર ૭ર-પ૦૦ ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ પ્લેન હતું. પ્લેન માત્ર એક જ મિનિટમાં ૧૭૦૦૦ ફૂટની ઊંચાઈએથી પડી ગયું હતું. કહેવાય છે કે દુર્ઘટનાના લગભગ દોઢ મિનિટ બાદ પ્લેનએ નિયંત્રણ ગુમાવવાનું શરૃ કરી દીધું હતું. સ્થાનિક સમય અનુસાર બપોરે ૧ઃર૧ વાગ્યે તે ૧૭ હજાર ફૂટની ઉંચાઈ પર હતું. દસ સેકન્ડમાં તે રપ૦ પછી પ્લેન ફરીથી ર૦૦૦ ફૂટ નીચે ઉતર્યું. આ પછી, પછીની એક મિનિટમાં પ્લેન ૧૭૦૦૦ ફૂટ નીચે આવી ગયું અને રમત સમાપ્ત થઈ ગઈ.

રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વાએ દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં શોક વ્યકત કર્યો. તેણે કહ્યું કે એવું લાગે છે કે પ્લેનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મૃત્યુ પામ્યા છે. ફાયર વિભાગ, સૈન્ય પોલીસ અને નાગરિક સંરક્ષણ સત્તાવાળાઓએ વિન્હોડોમાં અકસ્માત સ્થળ પર ટીમો મોકલી. બ્રાઝિલના ટેલિવિઝન નેટવર્ક ગ્લોબોન્યૂઝે ઘરોથી ભરેલા રહેણાંક વિસ્તારમાં પ્લેનના ભંગારમાંથી નીકળતા આગ અને ધુમાડાના ગોટેગોટાના ફૂટેજ દર્શાવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh