Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ ધરમપુરના બેડીયાવાડી-ખવાસવાડીના રસ્તા અંગે ઉદાપોહ પછી અંતે તંત્ર દોડતું થયું...!

સ્થળ ઉપર તપાસ તથા કાર્યવાહી શરૃ કરવામાં આવી

ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં બેડીયાવાડી ખવાસવાડી વિસ્તારમાં ૧.૧૪ કરોડના ખર્ચે ધોરીવાવ ગૌ શાળા પાસેથી કરીને બેડીયાવાડી-ખવાસવાડી સુધી દોઢેક કિમી બનતા નવા રસ્તાના કામમાં વિસંગતતા અંગે તથા આ રસ્તા પર પાણી અને ગારો કીચડ હોય રોજ વાહનો ફસાતા હોય તથા લોકોને ટુવ્હીલર લઈને ચાલીને પણ ના નીકળી શકાય તેવી સ્થિતિ હોય આ અંગેના અખબારી અહેવાલો પછી તંત્ર જાગ્યું હતું તથા આ અંગે તપાસ તથા કામગીરી માટે કાર્યવાહી હાથ ધરી હતી.

વિસંગતતા અંગે પંચાયત ના.કા.ઈ. દ્વારા અરજદારોને ડી.આઈ.એલ.આર. ના રિપોર્ટ મુજબ મધ્યરેખાથી બન્ને બાજુ કામગીરી રસ્તાની થાય છે તેમ જણાવેલ ત્યારે મધ્યરેખાની એક તરફ જ્યાં કરોડોના દબાણો દૂર કરાયા ત્યાં કામગીરી થતી જ નથી તો પ્રશ્ન થાય કે દબાણો હટાવાવા રસ્તા માટે અને ત્યાં કામ નહીં...!

અરજદારો મોહનભાઈ નકુમ વગેરે દ્વારા સ્થળ પર લોકોને સાંભળીને યોગ્ય રસ્તો કરવા માંગણી કરી છે આ બાબતે પીડબ્લ્યુડી કાર્યપાલક ઈજનેર પિયુષભાઈ સીંગરખીયાએ જણાવેલ કે આ રસ્તાના કામમાં રેલવેના અંડર બ્રીજ તરફથી વરસાદનું તમામ સોસાયટીનું પાણી આ તરફ આવતા પાણી ભરાતા પ્રશ્ન થાય છે. વળી રસ્તાના કામમાં અંદર પાણી ભરાતા પ્રશ્ન થાય છે, વળી રસ્તાના કામમાં અંદર પાણીની લાઈનો આવેલી છે. આ કામમાં સ્થાનિક તંત્ર ગ્રામ પંચાયત પણ પૂરો સપોર્ટ કરતું નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh