Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારથી કજુરડા પાટીયા સુધીનો રોડ અત્યંત બિસ્માર

વાડીનાર તા. ૧૦ઃ વાડીનારથી કજુરડા પાટીયા સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે બે વરસ પહેલાં જ બનેલો આ રોડ પર ઠેર-ઠેર મોટા-મોટા ગાબડા-ખાડા પડી ગયા છે. ૧૩ કિમીના આ સીંગલ પટ્ટી રોડની અત્યંત ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાડા તારવીને વાહન ચલાવવામાં અને સામેથી વાહન ચલાવે તો વાહન સાઈડમાં રાખવા પડે તેવી સ્થિતિમાં સતત અકસ્માતનો ભય રહે છે. આ માર્ગ પરથી વાડીનાર, ભરાણા, ટીંબડી, નાના-મોટા આંબલા, કજુરડા વગેરે ગામના લોકોની વ્યાપક અવર-જવર રહે છે. આ માર્ગને તાકીદે રીપેર કરવા અગાઉ પણ રજુઆતો થઈ છે. પણ નિંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. જો તાકીદે આ માર્ગને વ્યવસ્થિત નહીં કરાય તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh