Advertisement
Author: નોબત સમાચાર

ખવાસ રજપૂત સમાજ દ્વારા સતત ત્રીજા વર્ષે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની પાલખીયાત્રા યોજાશે

શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ અને સમસ્ત

જામનગર તા. ૧૦ઃ શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ-ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા સતત ત્રીજા વર્ષે તા. ૧ર-૮-ર૪ ને શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની પાલખીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પાલખી યાત્રા સાંજે ૪ કલાકે ખેત્રી ફળીની વાડીથી પ્રસ્થાન થઈ, આવારા ચકલો, સવાભાઈની શેરી, કરશનભાઈનો ચોક, દેવુભાનો ચોક, ચારણ ફળી, તળાવ ફળી, ગોવાળ મસ્જીદ, પંચેશ્વર ટાવર, બેડીનું નાકુ થઈ કાશી વિશ્વનાથ રોડથી થઈ શ્રી કાશી વિશ્વનાથ મંદિર રાત્રે ૯-૩૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે.

આ અંગે શ્રી ખેત્રી ફળી, દાવલશા ફળી, તળાવ ફળી, કોટાવળ ફળી, ચૌહાણ ફળી, શ્રી દેશળદેવ એજ્યુ. ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રમુખ અને કારોબારી તથા ફળીના નોંધાયેલ તમામ સભ્યોએ શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ-જામનગરને આ પાલખી યાત્રામાં જોડાવવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પાલખી યાત્રામાં યુવક મંડળ દ્વારા પુરૃષો માટે પીળો ઝભ્ભો તથા સ્ત્રીઓ માટે બાંધણીની સાડીનો ડ્રેસ કોડનું આયોજન કરેલ છે. જેથી તમામ સભ્યોએ નોંધ લેવા જણાવાયું છે. આ અંગે વધુ વિગત માટે મો.નં. ૯૪૦૯૩ ૪૬૪૬૭ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh