Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-ર૦૦૪ સુધી વનમહોત્સવ ગાંધીનગરમાં જ યોજાતા હતા
ખંભાળીયા તા. ૧૦ઃ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં યાત્રાધામ હર્ષદ ગાંધવીમાં ૭પ મા વન મહોત્સવ અને ર૪મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું ત્યારે દ્વારકા જિલ્લો એક જ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા બે સાંસ્કૃતિક વનો ધરાવતો ત્રીજો વિશિષ્ટ જિલ્લો બન્યો છે.
ગુજરાતમાં ર૦૦૪ સુધી વન મહોત્સવ રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરમાં જ થતી હતી પણ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જેમ પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વ રાજ્યમાંથી જિલ્લા કક્ષાએ શરૃ કર્યા તેમ વન મહોત્સવ પણ ર૦૦પ થી અલગ અલગ જિલ્લામાં શરૃ કર્યા અને શરૃઆત અંબાજીમાં માંગલ્ય વનથી થઈ હતી. ગાંધીનગરમાં પુનીતવન, અરવલ્લીમાં શામળવન, કચ્છમાં રક્ષક વન, પંચમહાલના પાવાગઢમાં વિરાસત વન, ગીર સોમનાથમાં હરિહરવન, જામનગરના ભુચરમાં શહીદવન, અમદાવાદ ઓઢવમાં જડેશ્વરવન, આણંદમાં મહીસાગર વન વિગેરે નિર્માણ થયા છે. રાજ્યમાં ત્રણ જિલ્લાઓ એવા છે કે જ્યાં એક કરતા વધુ એટલે કે બે સાંસ્કૃતિક વનો નિર્માણ થયા છે. રાજકોટમાં આજી ડેમ સાઈટ પર રામવન તથા કાગવડ જેતપુરમાં શક્તિવન, તથા સુરેન્દ્રનગરમાં ચોટીલામાં ભક્તિવન તથા સુરેન્દ્રનગરના દુધરેજ કેનાલ પાસે વટેશ્વર વન ધોળી-ધજા પાસે બન્યું હતું. તો દ્વારકા જિલ્લામાં અગાઉ નાગેશ્વર દ્વારકા પાસે નાગેશ વનનો ૬૪ મો વન મહોત્સવ થયો હતો તે પછી ર૦ર૪ માં ૭પમો વન મહોત્સવ હરસિદ્ધિ વનમાં ગાંધવી ચોવીસમું વન દ્વારકા જિલ્લામાં બીજું વન બન્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial