Advertisement
Author: નોબત સમાચાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકને સસ્પેન્ડ કરાયા

શિસ્તભંગના પગલા લેવાયાઃ

જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક સામે શિસ્તભંગના પગલા લેવામાં આવ્યા છે, અને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

શિક્ષણના સ્તર સંબંધે કરેલા જાહેર નિવેદન અન્વયે શિક્ષણ નિયામકની મંજૂરી મેળવ્યા પછી આ શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. ૩૧ ના શિક્ષક મનહરલાલ વરમોરાને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ શિક્ષક દ્વારા શિક્ષણના સ્તર સહિતના મુદ્દે કેટલાક જાહેરમાં નિવેદન કર્યા હતાં. આથી શિક્ષણ સમિતિની બેઠકમાં તેની સામે કડક પગલા લેવાનો ઠરાવ કરાયો હતો, અને ત્યાર પછી રાજ્યના શિક્ષણ નિયામક સમક્ષ મંજૂરી મેળવવામાં આવી હતી. અને ગઈકાલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. અને ખાતાકીય તપાસનો પણ આદેશ કરાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh