Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિનેશ ફોગાટ ઘટનાને પગલે વધી રહેલો વિવાદ..!ં
જામનગર તા. ૧૦ઃ કોઈપણ આંતરરાષ્ટ્રીય ખેલ ઉત્સવ હોય ત્યારે જે તે સ્પર્ધા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કવોલીફાય થયેલા ખેલાડીઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ઓલિમ્પિક જેવા વિશ્વના સૌથી મહત્ત્વના અને મોટા ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધા-રમતો માટે પણ ભારતીય ખેલાડીઓ કવોલીફાય થયા અને ત્યાં જુસ્સાભેર ભાગ લઈ રહ્યા છે.
ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ કવોલીફાય ત્યારથી તેની તાલીમથી લઈ ભાગટ લઈને આવે (હારે કે જીતે તેનાથી કોઈ મતલબ હોતો નથી) ત્યાં સુધીનો તમામ ખર્ચ ભારત સરકાર કરે છે અને જે તે ખેલાડી પોતાની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઓલિમ્પિક જેવી વિશ્વસ્તરીય સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય દેખાડવા, ભારત દેશને ગૌરવ અપાવવા સતત જહેમત ઉઠાવતા હોય જ છે. ત્યારે... વિનેશ ફોગાટના ડીસ્કવોલીફાય થવાની ઘટનાના પગલે જે પ્રકારે રાજકારણ ગરમાયુ છે તે અત્યંત ક્ષોભજનક છે.
લોકસભામાં કેન્દ્રીય મંત્રીએ વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયા તેનો ખર્ચ જણાવ્યો... અને કહ્યું કે તેને તમામ સુવિધા આપવામાં આવી હતી.!!
આ તો ઠીક સમજ્યા કે સરકાર પક્ષે સંસદમાં સત્તાવાર નિવેદન આપવું પડે.. .પણ કાયમ માટે વિવાદાસ્પદ નિવેદનો આપનાર સંસદ સભ્ય કંગના રાનૌતે તો જે નિવેદન આપ્યું તે વખોડવા લાયક છે. કંગનાએ જણાવ્યું કે વિનેશ ફોગાટે રેસલર્સના આંદોલનમાં ફેડરેશનના પૂર્વ વડા બ્રીજભૂષણસિંહ વિરૃદ્ધમાં જોડાઈ હોવા છતાં તેને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવી...!
ખેલ જગતના મેદાનમાં ખેલાડીઓ પ્રત્યે રાજકારણની રમતો બંધ થવી જોઈએ તેવી ટકોર અનેક ખ્યાતનામ ખેલાડીઓએ કરી છે.
વિનેશ ફોગાટને છેક ફાઈનલમાં પહોંચ્યા પછી ગેરલાયક ઠરાવાઈ તે ઘટના અંગે પણ દેશભરમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. આ અંગે ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે વિનેશના કોચ તથા સંલગ્ન સ્ટાફની જાણી જોઈને અને કોઈના દોરીસંચારથી જ વજનમાં ૧૦૦ ગ્રામ જેટલો ફરક આવ્યો...! વિનેશ સામે બદલો લેવા કારસ્તાન રચાયું હોવાની વાતો પણ વહેતી થઈ છે !
હવે વિનેશ ફોગાટે જ્યારે તેની કારકિર્દી દરમ્યાન વિવિધ આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે તે કુસ્તીની રમતને અલવિદા કરી પોતાની નારાજગી વ્યકત કરી દીધી છે. પણ... તેના પડઘા પડવાના ચાલુ જ છે. ટીએમસી આ મહાસચિવે તો વિનેશને ભારત રત્નનો ખિતાબ આપવાની માંગણી કરી છે. ત્યારે હરિયાણામાં ખાલી પડેલી રાજયસભાની બેઠક પર કોંગ્રેસ પાર્ટી વિનેશ ફોગાટને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતાડી રાજ્યસભામાં મોકલવાની વ્યૂહ રચના ઘડી રહી હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો પૂરો ફાયદો ઉઠાવી માસ્ટર સ્ટ્રોક લગાડવાના મૂડમાં હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial