Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના આસામીએ નગરના બે સામે કરી ફરિયાદઃ
જામનગર તા. ૧૦ઃ ખંભાળિયાના એક આસામીએ જામનગરના બે શખ્સ પાસેથી બે વર્ષ પહેલાં ₹ ૨૬ લાખ ૨૧ હજાર હાથઉછીના લઈ ત્રણ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હતું. તેમાંથી એક શખ્સે બળજબરી પૂર્વક ₹ ૧૨ લાખ કઢાવી લીધા પછી પણ ફોન કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાળિયાના આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા શહેરની રામનાથ સોસાયટીમાં વસવાટ કરતા ભીમશી દેવાણંદભાઈ બેરા નામના આસામીએ જૂન ૨૦૨૨માં જામનગરના જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા તથા વનરાજસિંહ માનસંગ ગોહિલ પાસેથી ₹ ૨૬ લાખ ૨૧ હજાર ત્રણ ટકાના વ્યાજે લીધા હતા.
બે વર્ષ કરતા વધુ સમયમાં ભીમશીભાઈએ ₹ ૧૨ લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હોવા છતાં વનરાજસિંહે ફોન કરી વધુ વ્યાજની માગણી કરી ગાળો ભાંડ્યા પછી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ભીમશીભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને શખ્સ સામે આઈપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (ર), મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial