Advertisement
Author: નોબત સમાચાર

ખોડીયાર મંદિર પાસેની શેરીમાં બિસ્માર માર્ગથી રહેવાસીઓને પારાવાર મુશ્કેલી

એક વર્ષથી ખોદાયેલા ખાડા આડેધડ પૂરી દેવાયા

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ખોડીયાર માતાજી મંદિર પાસેની શેરીમાં ભૂગર્ભ ગટરના કામ માટે એકાદ વર્ષ પહેલાં મસમોટા ઉંડા ખાડા ખોદાયા હતાં. આ ખાડાઓ વણ પૂરાયેલા રહેતા આ વિસ્તારના રહેવાસીઓએ અનેક વખત મનપા તંત્રમાં રજુઆતો કરી હતી. આ ખાડાઓ આડેધડ માત્ર થોડી માટી નાખીને પૂરી દેવાયા હોવાથી વરસાદ પડતા પાછા ખાડા પડી ગયા છે. આ શેરીમાં ટુ-વ્હીલર વાહનચાલકો, રાહદારીઓ, વૃદ્ધોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને આ પ્રશ્ને મનપા તંત્ર દ્વારા તાકીદે યોગ્ય રીતે ખાડા પૂરી શેરીના માર્ગને વ્યવસ્થિત કરવા ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh