Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ શખ્સે રૃા.૧૫,૫૦૦ રોકડા કાઢી આપ્યાઃ
જામનગર તા. ૧૦ઃ ધ્રોલના એસટી રોડ પર મોબાઈલની એક દુકાનમાંથી ગયા સપ્તાહે રૃા.૧૫ હજાર રોકડા અને કાગળો, રોકડવાળું પાકીટ ચોરાઈ ગયું હતું. તેની તપાસમાં પોલીસે ગોંડલના એક શખ્સને પકડી લીધો છે. તેણે ચોરીની કબૂલાત આપી રૃા.૧૫,૫૦૦ રોકડા કાઢી આપ્યા છે. આ શખ્સ સામે છ વર્ષ પહેલાં જામજોધપુર તથા ગયા વર્ષે ધોરાજીમાં ચોરીના ગુન્હા નોંધાયેલા છે.
ધ્રોલ શહેરના એસટી રોડ પર આવેલી માવતર કૃપા નામની મોબાઈલની દુકાન ચલાવતા એક આસામીની દુકાનમાંથી રૃા.૧૫ હજાર રોકડા તથા રૃા.ર હજારની રોકડવાળું પાકીટ ચોરાઈ ગયું હતું. આ દુકાનદાર પોતાની દુકાનમાંથી ગણતરીની મિનિટ માટે બહાર નીકળ્યા પછી દરવાજો ખોલી કોઈ તસ્કર રૃા.૨ હજાર રોકડા, લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, વાહનની બુક જેમાં હતી તે પાકીટ તથા ખાનામાંથી રૃા.૧પ હજાર રોકડા તફડાવી ગયો હતો.
ઉપરોક્ત ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી સર્વેલન્સ સ્ટાફે તપાસ શરૃ કરી હતી. જેમાં ધર્મેન્દ્ર વઘોરા, જગદીશ જોગરાણા, આર.ડી. જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે રાજકોટના ગોંડલમાં રહેતા અહેમદ મુનાફ ચમડીયા ઉર્ફે ચીચા મેમણ નામના શખ્સને પકડી લીધો છે.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી રૃા.૧૫,૫૦૦ રોકડા કાઢી આપ્યા છે. તેણે અગાઉ પોતાની સામે રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક ગુન્હો અને વર્ષ ૨૦૧૮માં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો ગુન્હો નોંધાયો હોવાની કબૂલાત કરી છે. આ શખ્સની ધરપકડ કરી તેની રિમાન્ડ માટે તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial