Advertisement
Author: નોબત સમાચાર

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરતા પીએમ મોદી

રાહત શિબિરોની મુલાકાત અને અસરગ્રસ્તોને મળશેઃ

નવી દિલ્હી તા. ૧૦ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનંુ હવાઈ સર્વેક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. રાહત શિબિરોની મુલાકાત લેવા અને અસરગ્રસ્ત લોકોને મળવા ઉપરાંત તે હોસ્પિટલમાં ઘાયલો અને પીડિતોના પરિવારો સાથે વાતચીત કરવાના છે.

પીએમ મોદીએ સવારે ૧૧ વાગ્યે કન્નર પહોંચીને ત્યાર બાદ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું છે. જ્યાં બચાવ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન વિશે માહિતી આપવામાં આવશે. વડાપ્રધાન રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત કરવાની સાથે ભૂસ્ખલન પીડિતો સાથે સ્થિતિનો તાગ મેળવશે. ત્યારબાદ મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે જેમાં તેમને ઘટના અને ચાલી રહેલા રાહત કાર્યાે વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત પહેલા, કેરળ સરકારની કેબિનેટ પેટા સમિતિએ વિસ્તારની મુલાકાત લેતી કેન્દ્રીય ટીમને મળી હતી અને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પુનર્વસન અને રાહત કાર્ય માટે રૃા.૨ હજાર કરોડની સહાયની માંગ કરી હતી. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજીવ કુમારના નેતેત્વમાં કેન્દ્રીય ટીમે આપત્તિ ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમે જણાવ્યું હતું કે, વાયનાડ ભૂસ્ખલનની અસર ખૂબ મોટી છે અને તેના વિગતવાર અભ્યાસની જરૃર છે.

ટીમે કેરળ કેબિનેટ પેટા સમિતિ સાથે બેઠક યોજી હતી અને વિવિધ બચાવ કામગીરી, રાહત શિબિરો, શબ પરીક્ષણ, મૃતકોના સંબંધીઓને મૃતદેહ સોંપવા, અંતિમ સંસ્કાર, ડીએનએ નમૂનાઓનો સંગ્રહ અને ગુમ થયેલા લોકોની વિગતો અને ચર્ચા કરી હતી. રાજ્ય સરકારે એક નિવેદન જારી કરી કહ્યું કે, તેણે કેન્દ્રીય ટીમને જાણ કરી છે કે વાયનાડના ચુરામાલા, મુંડક્કાઈ અન પુનચિરી મટ્ટમ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો અને કૃષિક્ષેત્ર બંનેને મોટું નુકસાન થયું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર પુનર્વસન હેતુ માટે બે હજાર કરોડની જરૃર છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે પીએમ મોદી વાયનાડ ભૂસ્ખલનનો વિનાશ જોઈને  રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે. રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કર્યું, ધન્યવાદ, મોદીજી, વાયનાડની મુલાકાત લેવા માટે વ્યક્તિગત રીતે ભયંકર દુર્ઘટનાનો હિસાબ લેવા માટે. આ એક સારો નિર્ણય છે. મને વિશ્વાસ છે કે એકવાર પીએમ બરબાદીના માપદંડને જાતે જોશે, પછી તેઓ તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે, તેમણે કહ્યું, કેરળના વાયનાડમાં ૩૦ જુલાઈના ભુસ્ખલનમાં ઓછામાં ઓછા ૨૨૬ લોકો માર્યા ગયા હતા. ૧૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh