Advertisement
Author: નોબત સમાચાર

કારખાનામાં વધારાનો વીજ લોડ વાપરતા આસામીની અપીલ અદાલતે નકારી કાઢી

જામનગર તા. ૯ઃ જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં એક કારખાનામાં વીજ ટૂકડીએ વધારાનો લોડ વપરાઈ રહ્યો છે તેવો આક્ષેપ મૂકી રૃા.૧ લાખ ૩૫ હજારનું બીલ આપ્યું હતું. તે બીલ રદ્દ કરાવવા કારખાનેદારે નીચલી કોર્ટમાં દાવા પછી ઉપરની કોર્ટમાં અપીલ કરી હતી. તે બંને નામંજૂર કરવામાં આવ્યા છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં ખોડિયાર પ્રોડકટ નામના કારખાનામાં વીજ કંપનીની ટીમે ચેકીંગ કરતા કારખાનેદાર કાનજીભાઈ દેવરાજભાઈ પટેલ વધારાના ૨૦ હોર્સ પાવરનો લોડ વાપરતા હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી આ ગ્રાહકે વિદ્યુત બોર્ડના નિયમનો ભંગ કર્યાે હોવાનું જણાવી તેઓને રૃા.૧,૩૫,૪૧૩નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું.

આ બીલ સામે કારખાનેદારે એપેલેટ ઓથોરિટીમાં અપીલ કરી હતી અને બચાવ કર્યાે હતો કે, તેઓએ વધારાની મોટરનો ઉપયોગ કર્યાે નથી અને વધુ હોર્સ પાવર વાપર્યા નથી. તે અપીલ અમાન્ય ઠરાવવામાં આવી હતી અને કારખાનેદાર રકમ ભરવા જવાબદાર હોવાનું ઠરાવાયું હતું.

આ હુકમ સામે કારખાનેદારે વીજ કંપની સામે અદાલતમાં દાવો નોંધાવી પુરવણી બીલની ભરપાઈ કરવામાં આવેલી રકમ પરત અપાવવા માંગ કરી હતી. તે દાવો નીચેની અદાલતે નામંજૂર રાખ્યો હતો. તેથી ઉપરની કોર્ટમાં કારખાનેદારે અપીલ નોંધાવી હતી. તે અપીલ પણ અદાલતે ખર્ચ સાથે નામંજૂર કરી રકમ ભરવા હુકમ કર્યાે છે. આ કેસમાં વીજ કંપની તરફથી વકીલ જે.જે. પરમાર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh