Advertisement
Author: નોબત સમાચાર

ભીવંડીમાં ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘની વાર્ષિક સભામાં ઐતિહાસિક 'દાતારી'ના દર્શન

ભીવંડી તા. ૧૦ઃ ન્યુ ઓશવાળ દીપ ભીવંડીમાં હાલારી વિશા ઓશવાળ સમાજની માતૃ સંસ્થા ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘની પ૩મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભારતભરના વિવિધ એકમ-શહેરના લગભગ ર૦૦ જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સભામાં ઐતિહાસિક એવી 'દાતારી'ના દર્શન થયેલા હતાં. હાલારી વિશા ઓશવાળ સમાજના રર વર્ષના યુવાન પ્રિયન્ત વિજય ગુઢકાને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની જરૃરિયાત ઊભી થતાં તે માટે થનાર ખર્ચની ૩પ લાખની જરૃરિયાત હોય, પરિવારની આર્થિક સ્થિતિ એ ખર્ચ કરવાની ન હોવાથી સંઘની એ સભામાં આગેવાનો દ્વારા આર્થિક મદદની ટહેલ નાખવામાં આવતા ફકત ૧પ મિનિટમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા રૃા. ૩પ લાખની રકમનું ભંડોળ એકત્ર થઈ ગયું હતું.

અમદાવાદમાં મેરેનગો સીઆઈએમએસ હોસ્પિટલમાં એડમિટ પ્રિયન્તના પિતાને જ્યારે આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમણે ગર્વ સાથે ગદ્ગદ સ્વરે આ હાલારી સમાજને ઈશ્વરનું સ્વરૃપ માની આભારની લાગણી વ્યકત કરી મદદ કરનાર દરેક દાતાઓને 'દેવદૂત' નું વિરૃદ આપી નત મસ્તક વંદન કર્યા હતાં. સભાના પ્રમુખ રતિલાલ મેઘજી સુમરીયાએ સંસ્થાના પ૩ વર્ષના ઈતિહાસની ગૌરવપૂર્ણ યાત્રામાં આજનો દિવસ સોનેરી અક્ષરે અંકિત થયેલો ગણાશે, આજની સભાની મિનિટસમાં પણ માનભેર આ ઘટનાની નોંધ લેવામાં આવશે એવી જાહેરાત સાથે દરેકનો હૃદયથી આભાર માન્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh