Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ગતિમાં થયેલા ઘટાડાના પગલે
જામનગર તા. ૧૨ઃ જામનગરમાં બે દિવસ સુધી લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીએ સ્થિર રહ્યા પછી હવે તેમાં સળવળાટ થયો હતો. શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી જ્યારે ૨.૫ ડિગ્રી વધીને મહત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી નોંધાયું હતું. લઘુતમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે સાંજથી લઈને ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
જામનગરમાં પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૫ થી ૭ કિમીની રહેવા પામી હતી. પવનની ગતિમાં થયેલા ઘટાડાના પગલે ખાસ કરીને દિવસ દરમ્યાન ઠંડીમાંથી જનતાને રાહત મળી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial