Advertisement
Author: નોબત સમાચાર

વીમો ઉતારવાના બહાને મેળવી લેવાયેલી રકમના ચેક પરતના કેસમાં અપાઈ સજા

આરોપીને ચાર મહિનાની કેદની સજાનો હુકમઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરના એક આસામીને વીમો ઉતારવાનું કહી એડવાન્સ પેટે રૃા.૫૮ હજાર મેળવ્યા પછી એક આસામીએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની ફરિયાદમાં અદાલતે તે આસામીને ચાર મહિનાની કેદની સજા ફટકારી છે.

જામનગરના હાર્દિક રાજેશભાઈ જીલકા નામના આસામીએ ખાનગી કંપનીમાં પોતાની ઓળખાણ હોવાનું જણાવી અઢીસો જેટલા મજૂરોને હેલ્થ ઈન્સ્યુરન્સ ઉતારવા માટે અંકુર સતિષભાઈ ખન્ના સાથે વાતચીત કર્યા પછી એડવાન્સ ખર્ચ પેટે રકમ માગતા અંકુર ખન્નાએ રૃા.૭૮ હજાર ચૂકવ્યા હતા.

ત્યારપછી વીમા પોલિસી લેવામાં ન આવતા અંકુરભાઈએ પોતાની રકમ પરત માગી હતી. હાર્દિકે રૃા.૨૦ હજાર રોકડા આપ્યા પછી રૃા.૯૮ હજારનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા નોટીસ આપી અંકુર ખન્નાએ અદાલતમાં ફરિયાદ કરી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હાર્દિક રાજેશભાઈ જીલકાને તક્સીરવાન ઠરાવી ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ એન.એમ. ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh