Advertisement
Author: નોબત સમાચાર

વિજરખી પાસે ટ્રકમાંથી સરકી પડેલા થાંભલા સ્કૂટર પર પડ્યાઃ ત્રણને ઈજા

જૂની પોલીસલાઈનમાં બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માતઃ

જામનગર તા. ૧૨ઃ જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર વિજરખી ગામ પાસે સોમવારે ઈલેકટ્રીકના સિમેન્ટના થાંભલા ભરીને જતાં એક ટ્રકના ચાલકે ગોળાઈમાં કાબુ ગુમાવ્યા પછી રોડ પર થાંભલાનો ઢગલો થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાજુમાંથી સ્કૂટર પર જતાં યુવાન તથા તેમના બે સંતાન ઘવાયા છે. જૂની પોલીસલાઈન પાસે એક બાઈકે અકસ્માત સર્જયાની ફરિયાદ કરાઈ છે.

જામનગરના કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા વિજરખી ગામમાં વસવાટ કરતા ઉમેદભાઈ વાલજીભાઈ વાઘેલા તેમની પુત્રી શિવાની અને પુત્ર રૃદ્ર ગયા સોમવારે બપોરે બેએક વાગ્યે વિજરખી ડેમ પાસેથી ઈલેકટ્રીક બાઈક પર જતા હતા.

આ વેળાએ વિજરખી ડેમની નર્સરીવાળી ગોળાઈમાં જીજે-૧૪-એક્સ ૫૭૪૦ નંબરનો એક ટ્રક પુરપાટ ઝડપે ગોળાઈ વળતા તેમાં ભરવામાં આવેલા વીજ કંપનીના સિમેન્ટના થાંભલાઓ સરકી પડ્યા હતા.

તે થાંભલાઓ બાજુમાંથી પસાર થતાં ઉમેદભાઈના સ્કૂટર પર ત્રાટકતા તેમને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જ્યારે ત્રણ વર્ષની પુત્રી શિવાની અને ચાર વર્ષના પુત્ર રૃદ્રને પણ ઈજા થઈ હતી. રોડ પર થાંભલાનો ઢગલો થઈ જતાં ટ્રાફિક પણ અવરોધાયો હતો. અકસ્માત સર્જી ટ્રકનો ચાલક નાસી ગયો હતો. અનિલભાઈ વાલજીભાઈ વાઘેલાએ ટ્રકચાલક સામે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા ઘનશ્યામ સિંહ ઝાલા નામના પ્રૌઢ ગઈ તા.૬ની સાંજે જૂની સિટી પોલીસ લાઈન પાસેથી બાઈક પર જતાં હતા ત્યારે જીજે-૧૦-એઆર ૯૬૮૪ નંબરના બાઈકના ચાલકે તેમને ઠોકર મારી પછાડ્યા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ પ્રૌઢને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર દેવેન્દ્ર સિંહ ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh