Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ પીએસઆઈની બદલીના આદેશ પછી
જામનગર તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા અઢાર પોલીસ કર્મચારીની બદલીનો જિલ્લા પોલીસવડાએ હુકમ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા પાંચ પીએસઆઈની જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ બુધવારે બદલી કર્યા પછી ગઈકાલે જિલ્લાના પોલીસ કર્મીની બદલીનો હુકમ કર્યાે છે.
હાલમાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેશુરભાઈ ભાટીયાને સીપીઆઈ કચેરીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે અનિલાબેન મોઢવાડીયાને ભાણવડ તેમજ મહાવીરસિંહ બી. ગોહિલને સલાયામાં નિયુક્તિ અપાઈ છે. શક્તિસિંહ મનુભાને હેડ કવાર્ટરમાં મુકાયા છે.
હેડકવાર્ટરમાંથી જુસબભાઈ હિંગોરાને ભાણવડ, મંગળસિંહ હનુભાને બદલી અપાઈ છે. જ્યારે દિનેશભાઈ ઓતરાદીને ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
ઓખા મરીનમાંથી વિપુલ મોરીને ખુંભાળિયા, દ્વારકા મંદિર સુરક્ષામાંથી નયનાબેન દવેને દ્વારકા પોલીસ સ્ટેશન, હિતેન્દ્ર સોલંકી તેમજ મનિષ કેરને હેડકવાર્ટરમાં બદલી આપવામાં આવી છે. કલ્યાણપુરના કાજલબેન ગોજીયાને મંદિર સુરક્ષામાં, ઓખાથી શિતલબેન ઓડેદરાને કલ્યાણપુર, ભાણવડથી કાજલબેન કોબીયો ખંભાળિયા, મહિલા પોલીસ સ્ટેશનમાંથી નવલભાઈ આલાભાઈને ખંભાળિયા બદલી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial