Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ-પંખીઓ માટે કાળજી રાખવા માર્ગદર્શિકા

ઉત્તરાયણ પર્વ નિમિત્તે સલામતી જાળવવા માટે

જામનગર તા. ૧રઃ આગામી તા. ૧૪ જાન્યુઆરીના સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે ઉત્તરાયણના પર્વ પર અબોલ જીવોની મદદ કરવા માટે કરૃણા અભિયાન જેવા ઉમદા કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર જિલ્લામાં અબોલ પશુ-પંખીઓની સલામતી તેમજ રાજ્યના તમામ નાગરિકોની સલામતી જળવાય રહે તે હેતુથી માર્ગદર્શક સૂચિ જાહેર કરવામાં આવી છે.

જે મુજબ (૧) પશુઓને ભારે માત્રામાં લીલોચારો, સૂકો ચારો કે ઘૂઘરી આપવાથી પશુઓની પાચનક્રિયામાં માઠી અસર પહોંચે છે તેમજ પશુને આફરો ચડે છે. (ર) પશુઓને કુમળી લીલી જુવાર ખવડાવાથી પશુને ફૂડ પોઈઝનિંગ થાય છે. આ અસર અમુક કિસ્સાઓમાં જીવલેણ બની શકે છે. (૩) નાગરિકોને પતંગ ચગાવવા માટે પ્લાસ્ટિકની દોરી, ચાઈનીઝ દોરી કે ભારે માત્રામાં કાચ પાયેલી દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ. (૪) સવારે ૯ કલાક પહેલા કે સાંજે પ કલાક પછી પતંગ ના ચગાવવી જોઈએ. (પ) ઘાયલ પક્ષીઓને સમયસર નજીકમાં આવેલા રેસ્ક્યુ સેન્ટર પર પહોંચાડીએ તથા (૬) નાગરિકોને જો કોઈપણ સ્થળે ઘાયલ પશુ-પંખીઓ મળે, તો તુરંત જ એનિમલ હેલ્પ લાઈન નંબર ૧૯૬ર પર ફોન કરીને ઘાયલ પશુ-પંખીઓની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ.

અત્રે જણાવેલા તમામ પગલાંઓની જામનગર જિલ્લાના તમામ નાગરિકોને ખાસ નોંધ લેવા માટે નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh