Advertisement
Author: નોબત સમાચાર

ત્રણથી વધુ બાળકો હોય તો સરકારી સહાય નહીં અપાયઃ સી.એમ. હિમંતા બિસ્વા

આસામમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને

ઈમ્ફાલ તા. ૧રઃ આસામના મુખ્યમંત્રી હિમંતા સિલ્વા સરમાએ જાહેર કર્યું છે કે, ૩ થી વધુ બાળક ધરાવતી મહિલાને સરકારી યોજનાનો લાભ મળશે નહીં. જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ પર આ મર્યાદા લાગુ પડશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીની મહિલાઓ માટે મર્યાદા ૪ બાળકોની રહેશે.

આસામમાં રાજ્ય સરકારે વસતિ નિયંત્રણ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આસામ સરકારે સરકારી યોજનાઓનો લાભ માત્ર નાના પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીમાં આ અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રી સરમાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યમાં સ્વ-સહાય જુથોની ૩૯ લાખ મહિલાઓને ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં યોજના હેઠળ વ્યવસાય કરવા માટે કેટલીક શરતો સાથે નાણાકીય સહાય આપવામાં આવશે. તેના માટે ૧૪પ બિઝનેસ મોડલ પસંદ કરવામાં આવ્યા છે.

આસામ સરકાર દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે નવી નાણાકીય સહાય યોજના અમુક શરતો સાથે લવાઈ છે. જેમાં તેઓના બાળકોની સંખ્યાની મર્યાદાનો સમાવેશ થાય છે. શરતો અનુસાર જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ જો આ યોજનાનો લાભ મેળવવા માંગતી હોય તો તેમના ત્રણથી વધુ બાળકો ન હોવા જોઈએ. આ સાથે અનુસૂચિત જનજાતિ (એસટી) અને અનુસૂચિત જાતિ (એસસી) મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકોની રહેશે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મુખ્યમંત્રી મહિલા સાહસિક્તા અભિયાનની જાહેરાત કરી. આ જાહેરાત ર૦ર૧ માં તેમની એ જાહેરાતને અનુરૃપ છે કે રાજ્ય સરકાર ચોક્કસ રાજ્ય-ભંડોળવાળી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે બે-બાળક નીતિ અપનાવશે, જો કે એમએમયુએ સ્કીમ માટેના ધોરણો હાલ પૂરતા હળવા કરાયા છે. મોરાન, મોટોક અને ચાઈ આદિવાસીઓ જે એસટીનો દરજ્જો માંગી રહ્યા છે તેમની સામે પણ ચાર બળકોની મર્યાદા લાદવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh