Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પોલીસવડા તથા ડીવાયએસપીના માર્ગદર્શનમાં
ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જીતેશકુમાર પાંડે તથા ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તા. ૩૧-૧ર-ર૦ર૩ ના પૂરા થતાં વર્ષમાં દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસના ઈન્ચાર્જ પો.ઈ. નારાયણ કલોતરા તથા સ્ટાફ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ શ્રેષ્ઠ કામગીરી કરીને એક કરોડ ઉપરાંત દંડ વસૂલાયો છે.
દ્વારકા જિલ્લામાં ટ્રાફિક શાખા દ્વારા જુદી જુદી ૩૪૪ પોલીસ ફરિયાદો એફ.આઈ.આર. થઈ હતી જેમાં ૧૬૦ અડચણરૃપ પાર્કિંગની, ૮પ, દારૃ કેફી પીણું પીને વાહન ચલાવતા તકડ્યા, ૬૦ હાઈ-વે પર પૂરઝડપે ભયજનક રીતે વાહનો ચલાવવા, ર૬ જિલ્લા કલેક્ટરના જાહેરનામા ભંગ તથા ૧૩ હથિયારબંધી તથા અન્ય મળીને ૩૪૪ કેસ થયા હતાં. આ ઉપરાંત વર્ષ ર૦૧૬ થી ર૦રર સુધીમાં એમ.વી.એમ. હેઠળ કબજે કરેલા અને છોડાવવાના આવેલા ૪૦ વાહનચાલકોને શોધીને દંડ લઈ વાહનો પરત કર્યા હતાં. વર્ષ દરમિયાન કુલ ૧,૦પ,૬૭,૬પ૧ રૃપિયાનો દંડ વસૂલ કર્યો હતો. જેમાંથી ૬૮.૧૯ લાખ રૃપિયાનો દંડ સ્થળ પર જ વસૂલાયો હતો. ઉપરાંત કાળા કલરના કાચના ૬૦૧ કેસ, ૧૬ એન.સી. કેસ, ૪૯ર૮ એમ.વી. એક્ટના કેસ, રર૯ ઓવરસ્પીડના કેસ, ૧૩૬ર નંબર પ્લેટના કેસ, ૧ર૬૦ હેલ્મેટ વગરના કેસ, ર૬૯પ સીટ બેલ્ટના કેસ, ૩૧ર અડચણરૃપ પાર્કિંગ, ૭રપ ચાલુ વાહને વાતચીત, તથા ૧૪૯૧ લાયસન્સ વગરના કેસો સમગ્ર વર્ષમાં કરવામાં આવ્યા હતાં.
સતત ત્રણ વર્ષથી પ્રતિવર્ષ કરોડ ઉપરાતનો દંડ વસૂલતી દ્વારકા જિલ્લાની ટ્રાફિક શાખાની પ્રશંસનીય કામગીરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial