Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકા તંત્રને કોઈ જાણકારી નથી !!
ખંભાળીયા તા. ૧રઃ ખંભાળીયા પાલિકા વિસ્તારમાં સ્ટેશન રોડ પર સાકેત હોસ્પિટલ નજીક ગાયત્રી પ્રાથમિક શાળા પાસે રહેતા ફાતમાબેન સંઘાર તથા હસીનાબેન સંઘારના મકાન જે ૧રપ ચો.મી. માં છે તે મકાન બાબતે પાલિકા ચીફ ઓફિસર દ્વારા ૯-૧-ર૪ ના નોટીસ મારીને મકાનનું ડિમોલીશન કરવા પોલીસ તંત્ર તથા જરૃરી વ્યવસ્થા કરતા બન્ને આસામીઓએ ખંભાળીયા કોર્ટમાં વચગાળાના મનાઈ હુકમની માંગણી કરતા કોર્ટ દ્વારા ચીફ ઓફિસર તથા બાંધકામ વિભાગના અધિકારીને તોડપાડની કાર્યવાહી ના કરવી તેવો હુકમ ફરમાવ્યો હતો. વાદી વતી વકીલ કે.એચ. ત્રિવેદી રોકાયા હતાં. દરમ્યાન ખંભાળીયા પાલિકાના એક જવાબદાર અધિકારીને પૂછતા તેમણે રસ્તામાં નડતર દબાણ હોય નોટીસની કાર્યવાહી થયાનું જણાવેલ તથા મનાઈ હુકમ અંગે પાલિકાને સતાવાર કોઈ પત્ર ના મળ્યાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial