Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘણી પેઢીઓનું સ્વપ્ન સાકાર, લાગણીઓ શબ્દોમાં રજૂ થઈ શકતી નથી, ભાવવિભોર છુંઃ મોદી
નવી દિલ્હી તા. ૧રઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે ૧૧ દિવસના અનુષ્ઠાન શરૃ કર્યા છે. આ અંગે તેઓએ આજે ભાવુક સ્વરે ઓડિયો સંદેશ વહેતો મૂક્યો હતો.
અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ઓડિયો મેસેજ આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ આજથી ૧૧ દિવસના ખાસ અનુષ્ઠાન શરૃ કરી રહ્યા છે. ૧૧ દિવસ પછી એટલે કે રર જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થશે.
'એક્સ' પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં માત્ર ૧૧ દિવસ બાકી છે. આ મારૃ સૌભાગ્ય છે કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ. ભગવાને મને આ દરમિયાન તમામ ભારત્તયોનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. તેને ધ્યાનમાં રાખીને હું આજથી ૧૧ દિવસની વિશેષ વિધિ શરૃ કરી રહ્યો છું. હું આપ સૌના, જનતાના આશીર્વાદ માંગું છું. આ સમયે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં એક મારા તરફથી પ્રયાસ કર્યો છે. આજનો દિવસ આપણા બધા ભારતીયો માટે અને વિશ્વભરમાં ફેલાયેલા રામ ભક્તો માટે આવો પવિત્ર અવસર છે. સર્વત્ર ભગવાન શ્રી રામની ભક્તિનું અદ્ભુત વાતાવરણ છે. ચારેય દિશામાં રામ નામનો જયઘોષ થઈ રહ્યો છે. રામ ભજનોની અદ્ભુત સૌંદર્ય માધુરી છે. દરેક વ્યક્તિ રર મી જાન્યુઆરીની એ ઐતિહાસિક પવિત્ર ક્ષણની રાહ જોઈ રહ્યો છે અને હવે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાને માત્ર ૧૧ દિવસ બાકી છે. હું ભાગ્યશાળી છું કે, મને પણ આ શુભ પ્રસંગના સાક્ષી બનવાનો અવસર મળી રહ્યો છે.
મારા માટે આ અકલ્પનિય અનુભવોનો સમય છે. હું લાગણીશીલ છું, લાગણીઓથી ઓતપ્રોત છું, મારા જીવનમાં પહેલીવાર હું આવી લાગણીમાંથી પસાર થઈ રહ્યો છું. હું એક અલગ પ્રકારની ભક્તિનો અનુભવ કરી રહ્યો છું. મારા અંતરાત્માની આ ભાવનાત્મક યાત્રા એ અભિવ્યક્તિનો અવસર નથી, પણ અનુભવનો અવસર છે. ઈચ્છા છતાં હું તેની ઊંડાઈ, પહોળાઈ અને તીવ્રતાને શબ્દોમાં રજૂ કરી શકતો નથી. તમે મારી પરિસ્થિતિને સારી રીતે સમજી શકો છો. જે સપનું અનેક પેઢીઓ વર્ષોથી એક ઠરાવની જેમ તેમના હૃદયમાં વસ્યું છે તેની સિદ્ધિ સમયે મને હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial