Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઇમાનદારી ઔર દૌલત, ઇકસાથ હો વો અસલી બરકત
જામનગરમાં ઇન્ફીનીટી મની દ્વારા રોટરી ઇમેજીકાનાં ઉપક્રમે સુભાષબ્રીજ પાસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઓડીટોરીયમમાં બિઝનેસ એથિક્સ એન્ડ એટીકેટ્સ નામનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ડો. વિરલ છાયા અને તેમની ટીમનાં સંકલન વડે યોજાયેલ કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક, પ્રખર વક્તા જય વસાવડા દ્વારા વિષય અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. 'નોબત' આ કાર્યક્રમમાં મિડીયા પાર્ટનરની ભૂમિકામાં હતું. આયોજકો દ્વારા 'નોબત' પરિવારનાં ચેતનભાઇ, દર્શકભાઇ તથા દર્પણભાઇ માધવાણીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં વક્તા જય વસાવડાએ 'નોબત' સાથે સંવાદ કરી કાર્યક્રમ તથા જામનગર વિશે વાત કરી હતી.
સામાન્ય રીતે જય વસાવાડા લેખક તરીકે આગવી ખ્યાતિ ધરાવતા હોય સાહિત્ય અને કલાનાં ક્ષેત્રમાં તેમનાં વક્તવ્યો યોજાતા હોય છે પરંતુ તેમણે બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રે અભ્યાસ કરેલો છે અને આ ક્ષેત્રમાં પ્રાધ્યાપક તથા પ્રિન્સીપલ પણ રહી ચૂક્યા છે એ જૂજ લોકો ને જ ખ્યાલ હશે. સંવાદ દરમ્યાન જય વસાવડાએ આ અંગે વિગતવાર વાત કરી બિઝનેસ એટલેકે વ્યાપારને ફ્કત નફા-નુકસાન સાથે જોડી દેવામાં આવતો હોવાનું જણાવી બિઝનેસ એનાથી આગળ પણ અનેક આયામો ધરાવે છે એ અંગે ઇશારો કરતા ભામાશાઓની ભારતીય સંસ્કૃતિનું ઉદાહરણ આપ્યું હતું. જામનગર વિરાટકામઇન્ટરનેશનલ કંપનીઓને કારણે તથા બ્રાસપાર્ટ ઉદ્યોગને કારણે બિઝનેસ હબ તથા આર્થિક ક્ષેત્રે ગુજરાત અને સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવતું હોવાનું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય સ્પોન્સર પૈકીનાં ઇન્ફીનીટી મનીનાં વિનયભાઇ મહેતા, રોટેરીયન રાજ ડિઝાઇનનાં રિતેશભાઇ નથવાણી સહિતનાં મહાનુભાવો દ્વારા જય વસાવડાનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
ડો. વિરલ છાયા દ્વારા જય વસાવડાનો પરિચય આપી તેમની કારકિર્દીનાં આરંભથી જ સ્નેહનાં તાંતણે બંધાયેલ હોય અઢી દાયકા જૂના સંસ્મરણો વાગોળ્યા હતાં.
કાર્યક્રમમાં જય વસાવડા દ્વારા રસપ્રદ રીતે વિષય અનુરૂપ વકતવ્ય આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતાં. બિઝનેસ વર્લ્ડનાં વિવિધ અગ્રણીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. જાણીતા સંચાલક બિમલભાઇ ઓઝા દ્વારા તેમની આગવી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આભારવિધિ ડો. વિરલ છાયા દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial