Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લખનૌ તા. ૧રઃ ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ આઈએએસ દુર્ગા શંકર મિશ્રાએ રર જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અધિકારીઓને મુખ્ય કાર્યક્રમ અને સમારોહની તૈયારીને લઈને વિશેષ સૂચનાઓ જાહેર કરી છે. ર૦ થી રર જાન્યુઆરી વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમના માટે જ અયોધ્યા આવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાને લઈને મુખ્ય સચિવે જાહેર કરેલા નિર્દેશો મુજબ અયોધ્યામાં રર જાન્યુઆરી, ર૦ર૪ ના રાજ્યમાં દારૃની દુકાનો બંધ રહેશે, એટલે કે ડ્રાઈ ડે રહેશે. ૧૬ જાન્યુઆરીથી સાંજે દરેક ઘર, ઘાટ કે મંદિરમાં દીપોત્સવનો કાર્યક્રમ, તમામ સરકારી ઈમારતો, શાળાઓ-કોલેજોનું સુશોભન, રર જાન્યુઆરીએ સાંજે સરયૂ નદીના ઘાટ પર દીપોત્સવ કાર્યક્રમ સાથે ઈકો ફેન્ડલી આતશબાજી કાર્યક્રમ લાઈવ જોવા માટે અયોધ્યામાં પ૦ વધારાની સ્ક્રીન/ડિજિટલ બોર્ડની વ્યવસ્થા, સમગ્ર રાજ્યના મંદિરોમાં સ્ક્રીન લગાવીને કાર્યક્રમનું લાઈવ પ્રસારણ, ૧૪ થી ર૧ જાન્યુઆરી વચ્ચે શહેરી વિકાસ અને પંચાયતી રાજ વિભાગ દ્વારા તમામ શહેરો અને ગામડાઓમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ઉપરાંત ૧૪ જાન્યુઆરીથી તમામ જિલ્લા મથકો પર વિશેષ સ્વચ્છતા અભિયાન શરૃ કરાશે.
સૂચનાઓ મુજબ ૧૪ મી જાન્યુઆરીથી ર૧ મી જાન્યુઆરી દરમિયાન રાજ્યની તમામ કચેરીઓમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું રહેશે. રર થી ર૬ જાન્યુઆરી દરમિયાન રાજ્યની તમામ કચેરીઓમાં વિશેષ લાઈટીંગની વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત અયોધ્યામાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ મુખ્ય સચિવે મહત્ત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. જેમાં સીસી ટીવી દ્વારા દેખરેખની સાથે એઆઈ આધારીત કેમેરા દ્વારા પણ મોનિટરીંગ, સીસી ટીવી, પોલીસના સીસી ટીવી અને પબ્લિક સીસી ટીવી દ્વારા દેખરેખ, પબ્લિક સીસી ટીવીના ૧પ૦૦ કેમેરા આઈટીએમએસ સાથે ઈન્ટીગ્રેટ કરવા, અયોધ્યાના યલો ઝોનમાં ૧૦,૭૧પ જગ્યાઓ પર ફેસ રેકગ્નિશન સાથે એઆઈ કેમેરાથી નજર, એનડીઆરએફ/એસડીઆરએફ ટીમો, બોટ પેટ્રોલિંગ વગેરેનો સમાવેશ થાય છે.
સિટી બસ સેવા થશે શરૃ
મુખ્ય સચિવે ૧૪ જાન્યુઆરીથી અયોધ્યામાં સિટી બસ સેવા શરૃ કરવાના નિર્દેશ આપ્યા છે. દસ હજાર મહેમાનોને કાર્યક્રમ સ્થળ પર લઈ જવા માટે ર૦૦ ઈ-બસ, ગોલ્ફ કાર્ટ અને પિંક ઓટોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ર૦૦ વાહનો પણ લગાવવામાં આવશે. પરિવહન વિભાગની ૧૦૩૩ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાણપ્રતિષ્ઠામાં પાંચ વિભૂતિઓ ગર્ભગૃહમાં રહેશે
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માત્ર ૧ મિનિટ ર૪ સેકન્ડમાં થશે. મૂળ મુહૂર્ત રર જાન્યુઆરીએ બપોરે ૧ર-ર૯ કલાકે ૮ સેકન્ડથી શરૃ થશે. જે ૧ર-૩૦ વાગીને ૩ર સેકન્ડ સુધી ચાલશે. એટલે કે પ્રાણપ્રતિષ્ઠા માટે કુલ સમય માત્ર ૧ મિનિટ ર૪ સેકન્ડનો રહેશે. કાશીના પંડિતોએ આ શુભ સમય નક્કી કર્યો છે. પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે. જેમાં પીએમ મોદી, સીએમ યોગી, રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘના વડા મોહન ભાગવત અને અનુષ્ઠાનના આચાર્ય સામેલ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial