Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા.૧૨ઃ છેલ્લા કેટલાક સમયથી યુવાન અને આધેડ વયના લોકોમાં હૃદયરોગના હુમલાથી થતાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. આજે પણ ખંભાળિયામાં એક આધેડનું હૃદયરોગના હુમલામાં મૃત્યુ નિપજ્યું હતું. ખંભાળિયામાં વારાહી મંડપ સર્વિસ પાસે રહેતા મનોજભાઈ શશીકાંતભાઈ કલોલિયા (ઉ.વ.૫૨) આજે સવારે નિંદ્રાવસ્થામાં હતા ત્યારે જ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તરજ જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં તેમને મૃત્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને સંતાનમાં ૨૨ વર્ષના પુત્ર - પુત્રી છે. મનોજભાઈ કલોલિયા સરળ સ્વભાવના અને સેવાભાવી હતા. અને તેમના નિધનથી સોની સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial