Advertisement
Author: નોબત સમાચાર

કરવેરા સલાહકારની ચેક પરતની ફરિયાદમાં આરોપીને કેદની સજા

અન્ય કેસમાં બીજા આરોપીને બે વર્ષની કેદઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરમાં કરવેરા સલાહકાર તરીકે કામ કરતા આસામીને ફી માટે આપવામાં આવેલો રૃા.૪ લાખનો ચેક પરત ફર્યાના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારાઈ છે. જ્યારે ફાયનાન્સ પેઢીના ચેક પરતના કેસમાં બીજા આસામીને બે વર્ષની કેદની સજા આપવામાં આવી છે.

જામનગરમાં કરવેરા સલાહકાર તરીકે કામ કરતા હિમાંશુભાઈ પી. અગ્રાવત પાસે ત્રણેક વર્ષથી દેવાભાઈ કરશનભાઈ સોલંકી ઈન્કમટેક્સ લગત કામ માટે આવતા હતા. તેની ફી બાકી હતી, હિસાબ કર્યા પછી દેવાભાઈએ રૃા.૪ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યાે હતો. નોટીસ પાઠવ્યા પછી દેવાભાઈ કરશનભાઈ સોલંકી સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત, સાહીના દલ રોકાયા હતા.

જામનગરમાં સિદ્ધનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા સુનિલ નવીનચંદ્ર ગોરી પાસેથી રૃા.દોઢ લાખ માસુમ નીતિનભાઈ નંદાએ લોન પેટે મેળવ્યા પછી તેની ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક ખાતું બંધ થઈ ગયું હોવાના કારણે પરત ફરતા સુનિલ ગોરીએ નોટીસ આપી હતી તેમ છતાં નાણા ચૂકવવામાં ન આવતા માસુમ નીતિનભાઈ નંદા સામે અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની કેદ ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ ઝાલા, સત્યજીતસિંહ જાડેજા, કેયુર અજુડીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh