Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ પર થતા હુમલાઓ વચ્ચે
નવી દિલ્હી તા. ૧રઃ પશ્ચિમ બંગાળમાં ઈડી ફરી એકશનમાં આવી ગઈ છે અને મમતા સરકારના બે મંત્રીઓના ઘર પર દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીએ એક સાથે ટીએમસીના ત્રણ નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે. જેતાઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં બે મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. દરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કૌભાંડ સાથે સંબંધિત છે.
પશ્ચિમ બંગાળમાં ટીમ પર થયેલા હુમલા પછી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) ની ટીમે આજે વહેલી સવારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારના બે મંત્રીઓના ઘરો પર દરોડા પાડ્યા છે. બંનેના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ દરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કૌભાંડ સાથે સંબંધિત છે. ઈડીની એક ટીમ અગ્નિશમન સેવા મંત્રી સુજીત બોઝના બે સ્થળોએ પહોંચી છે, જ્યારે બીજી ટીમ મંત્રી તપાસ રોયના સ્થાન પર દરોડા પાડી રહી છે. એટલું જ નહીં ઉત્તર દમદમ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ટીએમસીના નેતા સુબોધ ચક્રવર્તીના ઘરે પણ ઈડી દરોડા પાડી રહી છે.
ઉલ્લેખનિય છે કે રાશન કૌભાંડ મામલામાં ટીએમસી નેતા શાહજશાં શેખના ઘરે દરોડા પાડવા માટે ઈડીની ટીમ તાજેતરમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી પહોંચી હતી. આ દરમિયાન ગ્રામજનોના ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો. ટોળાએ ઈડી અધિકારીઓની સાથે સુરક્ષા જવાનોના વાહનોને પણ નિશાન બનાવ્યા હતાં. આ હુમલામાં ઈડીના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
પશ્ચિમ બંગાળમાં ઈડી અધિકારીઓ પર હુમલા પછી તપાસ એજન્સીના કાર્યવાહક નિર્દેશક રાહુલ નવીન કોલકાતા પહોંચી ગયા હતાં. અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે અધિકારીઓને કહ્યું હતું કે ડરશો નહીં, નિર્ભયતાથી તપાસ કરો.
સુત્રોના જણાવ્યા અનુસાર, કાર્યકારી ઈડી ડિરેકટરે અધિકારીઓને સાથે મળીને કામ કરવા માટે શાહજહાં શેખના બાંગ્લાદેશ સાથે સરહદ પારના સંબંધોની તપાસ કરવા પણ કર્યું હતું.
ઈડી અધિકારીઓ સાથે બેઠક કર્યા પછી, કાર્યકારી નિર્દેશકે સુરક્ષા કર્મચારીઓ સાથે સંકલન બેઠક યોજી હતી. મિટિંગમાં રાહુલ નવીને કહ્યું કે અધિકારીઓની સાથે સાથ મહિલા પોલીસકર્મીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી જે મહિલાઓ અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરે છે તે દૂર કરી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial