Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૯૦ કુપોષિત બાળકોની દત્તક વિધિ, ૨૧૦૦ બહેનોની મેમોગ્રાફી, કારસેવકોનું સન્માન
જામનગર તા. ૧૨ઃ જામનગરના ૭૯-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે ચર્તુવિધ સેવાયજ્ઞનું આયોજન થયું છે, તે મુજબ તારીખ ૧૪ ના મકરસંક્રાંતિના દિવસે પટેલ સેવા સમાજમાં મહા રક્તદાન કેમ્પ યોજાશે. જામનગરના બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અર્થે ૨૧૦૦ બહેનોની મેમોગ્રાફી તેમજ ૯૦ કુપોષિત બાળકોને દત્તક લેવાનો સેવાયજ્ઞ યોજાશે. આ કાર્યક્રમો દરમ્યાન અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારંભને અનુલક્ષીને રામભક્તો અને કારસેવકોનો સન્માન સમારંભ પણ યોજાશે.
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા પછી પોતાના પ્રથમ જન્મદિવસે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ કુપોષણથી સુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીના ૩૮૬ કુપોષિત બાળકને દત્તક લેવાયા હતા, અને સુપોષિત કરી દેવાયા છે.જ્યારે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
ત્યારે આ વખતે ૧૪ જાન્યુઆરીને મકરસંક્રાંતિના દિવસે ચર્તુવિધ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના રણજીતનગરમાં આવેલા કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજમાં મહારક્તદાન કેમ્પ, ૯૦ કુપોષિત બાળકોને દત્તક લેવા, તેમજ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ લાવવાના ભાગરૂપે ૨,૧૦૦ બહેનોની મેમોગ્રાફી સહિતના સેવાયજ્ઞનું આયોજન કરાયું છે. સાથો સાથ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને જામનગરમાં વસવાટ કરતા રામ ભક્તો અને કારસેવકોનો સત્કાર સમારંભ પણ યોજાયો છે.
જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનો ૧૪ જાન્યુઆરીને મકરસંક્રાંતિના પર્વના દિવસે જન્મ દિવસ છે, ત્યારે રણજીત નગર પટેલ સેવા સમાજમાં સવારે ૯.૦૦ વાગ્યાથી જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે, અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કુપોષણથી સુપોષણ સુધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અભિયાન અંતર્ગત ૭૯-વિધાનસભા વિસ્તારની આંગણવાડીના વધુ ૯૦ કુપોષિત બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમ પણ યોજાશે.
સાથો સાથ જામનગર શહેરના બહેનોમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર)ની જાગૃતિ લાવવાના ભાગરૂપે ૨,૧૦૦ બહેનોની મેમોગ્રાફીનું પણ અભિયાન હાથ ધરવામાં આવશે.
બ્રેસ્ટ કેન્સર અંગે અગાઉથી જ બહેનોને સચોટ જાણકારી મળી રહે, તે માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાધુનિક ડી.આર. મેમોગ્રાફી મશીન વસાવ્યું છે. જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી નગરના બહેનોનું બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ અર્થે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાવી આપવામાં આવશે. ખાસ કરીને બહેનોમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયું છે.
ઉપરોક્ત સમગ્ર ચર્તુવિધ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અને મહા રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ એકત્ર થાય, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં વધુમાં વધુ લોકોએ ઉપસ્થિત રહીને રક્તદાન કરવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવનાર છે, તે સંદર્ભમાં જામનગરના રામભક્તો અને કારસેવકોનો સન્માન સમારંભ પણ યોજાયો છે.
બ્રેસ્ટ કેન્સરના સમયોચિત મિશન માટે ધારાસભ્યના કાર્યાલયમાં રજીસ્ટ્રેશન શરૃ
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા બહેનોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ન વધે અને સમયસર તેનું પરીક્ષણ તેમજ નિદાન થાય તે અંગે જાગૃતિ લાવવા માટે પોતાના જન્મ દિવસે નવો સંકલ્પ કરી ને વિશેષ અભિયાન શરૃ કરાયું છે. વધુમાં વધુ બહેનોનો બ્રેસ્ટ કેન્સર બાબતે સ્ક્રિનિંગ થઈ શકે, અને જરૃર પડયે સમયસર નિદાન થઈ શકે તે અંગે દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલય પરથી રજીસ્ટ્રેશન શરૃ કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં વસવાટ કરતા કોઈપણ બહેનો કે જેઓને બ્રેસ્ટ કેન્સર ના લક્ષણો બાબતે સ્ક્રિનિંગ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વિનામૂલ્યે સ્ક્રિનિંગ સાથેની મોમોગ્રાફી કરાવવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે.
હાલમાં દેશભરમાં બ્રેસ્ટ કેન્સર ના ગ્રાફમાં વધારો થયો છે, અને કેટલાક બહેનો તેના પરીક્ષણથી પણ ડરતા હોય છે. ત્યારે બહેનોમાં લોક જાગૃતિ કેળવવાના ભાગરૃપે અને બ્રેસ્ટ કેન્સરની મહામારી ના કોઈ બહેનો ભોગ બન્યા હોય તો, આ સ્ક્રીનિંગ- મેમોગ્રાફી મારફતે તેઓનું નિદાન તેમજ વહેલી તકે સારવાર થઈ શકે, તેના ભાગરૃપે સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જેથી જામનગરના જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા બહેનો, તેમજ રાજકીય- સામાજિક સંસ્થાના બહેનોએ જન સંપર્ક કાર્યાલય મિગ કોલોની બિલ્ડીંગ નાં ૧૧ બ્લોક નાં ૬૨ ગ્રાઉન્ડ ફ્લોરનો સંપર્ક કરવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial