Advertisement
Author: નોબત સમાચાર

ભોજાબેડીમાં ખેતરમાં કામ કરતી વખતે તબીયત બગડ્યા પછી મહિલાનું મૃત્યુ

કેન્સરથી પીડિત મહિલા પર કાળનો પંજોઃ

જામનગર તા. ૧૨ઃ જામનગરના વિભાપર પાસે મધુરમ સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓનું ગઈકાલે તબીયત બગડ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભોજાબેડી ગામમાં ખેતરમાં યુરીયા છાંટતી વખતે માથામાં દુખાવો ઉપડતા એક મહિલાને જામનગર દવાખાને ખસેડાયા હતા. આ મહિલાના મગજની નસ ફાટી જતાં તેઓનું મૃત્યુ થયું છે.

જામનગર નજીકના ગુલાબનગર પાસે વિભાપર નજીક આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ શાંતિલાલ ગણાત્રા (ઉ.વ.૬૬) નામના વૃદ્ધને કેન્સરની બીમારી વળગી હતી. તેઓની ગઈકાલે તબીયત લથડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અશોક શાંતિલાલ ગણાત્રાએ પોલીસને જાણ કરી છે.

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં વસવાટ કરતા ખેડૂત હિતેશભાઈ દિનેશભાઈ કાછડીયાના પત્ની ભાવિશાબેન (ઉ.વ.૩૪) ગયા મંગળવારે સવારે ખેતરમાં યુરીયા કાઢી રહ્યા હતા ત્યારે માથામાં દુખાવો થવા લાગતા અને પગમાં ખાલી ચઢવા લાગતા ભાવિશાબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આ મહિલાને આંચકી આવતા તેઓના મગજની નસ ફાટી ગઈ હતી. ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. પતિ હિતેશભાઈએ પોલીસમાં જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh