Advertisement
Author: નોબત સમાચાર

વાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિ પર્વે ઉદાર હાથે દાન આપવા અપીલ

જામનગરમાં ૧૮ જેટલા સ્થળે સ્વીકારાશે દાનઃ

વાંકાનેર તા. ૧ર (લિતેશ ચંદારાણા દ્વારા)ઃ સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૃપ અને રાજ્યના ત્રણ-ત્રણ મુખ્યમંત્રી દ્વારા સન્માનિત થયેલ અંધ-અપંગ-અશક્ત ગૌમાતાની સેવાની જ્યોત પ્રસારવતી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ-અપંગ ગૌ-આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે.

માતા-પિતા જે કાળજીથી તેમના સંતાોનોની સંભાળ રાખે તેથી પણ વિશેષ આ ગૌમાતાઓની સંચાલકો દ્વારા સંભાળ લેવામાં આવે છે. આ ગૌશાળામાં ગૌમાતાને લીલુ-સૂકુ ઘાસ, ગોળ-ખોળ ઉપરાંત દરેક પ્રકારનુ શારીરિક સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે નિષ્ણાત પશુ ચિકિત્સક દ્વારા નિયમિત સારવાર આપવામાં આવે છે. ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એક્સીડન્ટથી ઘાયલ થયેલ ગૌમાતાઓને સંસ્થા દ્વારા તેના જ વાહનમાં ગૌશાળાએ લાવીને તાત્કાલિક સારવાર આપીને ગૌમાતાને બચાવવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌમાતા માટે આઠ એકર જગ્યામાં ૧૦ મોટા શેડ, વિશાળ ઘાસ ગોડઉન, પાણી માટેના સુંદર અવેડાઓ, અદ્યતન ઓપરેશન થઈ શકે તેવું દવાખાનું તેમજ પંખીઓ માટે સુંદર ચબૂતરા વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

કુદરતી આપત્તિ હોય કે માનવસર્જીત આપત્તી હોય દુષ્કાળ, ભૂકંપ, કોરોના, લમ્પીવાયરસ જેવી આ૫ત્તિના સમયે સંસ્થા દ્વારા તાબડતોળ જરૃરિયાતમંદ ગૌમાતાઓ અને સંસ્થાઓને મદદરૃપ બનીને ગૌમાતાઓને બચાવવાનો ટ્રસ્ટીઓ કાર્યરત રહે છે.

દરરોજના ૮પ,૦૦૦ થી વધુના ખર્ચને પહોંચી વળવા માટે મકરસંક્રાંતિના પાવન દિવસે ગૌમાતાઓ માટે દાનની સરવાણી વહાવવા-અંધ અપંગ ગૌઆશ્રમના ટ્રસ્ટીઓ, રાજકોટ, મોરબી, જામનગર ગૌસેવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.

તા.૧૪મી જાન્યુઆરી મકર સંક્રાંતિના પાવન દિને રૃદ્ધોની માતા, વસુઓની પુત્રી, ભારતીય સંસ્કૃતિના ચાર આધાર સ્થંભ ગાય, ગંગા, ગાયત્રી અને ગીતા માહેની એક એવી ગૌમાતા માટે દાન આપવાનો અનેરો દિવસ ગણવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે આપવામાં આવેલું દાન અનંત ફળ આપનારૃ બની રહે છે. સૌરાષ્ટ્રના ગૌ પ્રેમી, ગૌ ભક્તો, જીવદયા પ્રેમીઓ તથા જેમના મનમાં અબોલ જીવ પ્રત્યે માનવતા મહેકે છે એવા સર્વે શુભચિંતકો પાસે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના પ્મુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ, રાજકોટ ગૌસેવા સમિતિ, મોરબી તથા જામનગર ગૌ સેવા સમિતિએ દાન માટેની અપીલ કરતા આ અબોલ અંધ-અપંગ ગૌ માતાને સહાય કરી  અને ભગવાન શ્રીકૃષ્ણના કૃપાપાત્ર બનીએ. સમગ્ર સૌરષ્ટ્ર-કચ્છમાં લીલા સૂકા ઘાસચારાનો ભાવ પણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગૌશાળાની સ્થિતિ દયનીય બની જાય છે. ગાયોને નિભાવવાનો ખર્ચ રોજ-બ-રોજ વધતો જાય છે ત્યારે આવનારા ઉનાળાના દિવસો કાઢવા ગૌશાળા ચલાવતી સંસ્થાઓને વધુ કષ્ટદાયક દેખાય રહ્યા છે ત્યારે ગૌ ભક્તોનો સાથ-સહયોગ અતિ આવશ્યક હોય, ૩૩ કરોડ દેવતાઓ જેનામાં રહેલા છે એવી આપણી આ ગૌમાતાને બચાવવા સંસ્થાઓને મદદરૃપ થઈને આપણો મનુષ્ય જીવ સાકાર કરીએ.

જામનગરમાં બાલાહનુમાન મંદિર સામે તળાવની પાળે, સેન્ટ આન્સ સ્કૂલ સામે, પંડિત નહેરૃ માર્ગ, કિરીટ સ્વીટ એન્ડ નમકીન પટેલ કોલોની ૯, ચાંદીબજાર ચોક, રણજીતનગર પટેલ સમાજની વાડી પાસે, રામેશ્વરનગર-ર, સરદાર ભવન, ખોડિયાર કોલોની પાસે, ગુરુદત્તાત્રેય મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક, જનતા ફાટક ઈન્દિરા રોડ, પટેલ પાર્ક, બેડી ગેઈટ, ઉદ્યોગનગર ફેઈઝ-૩, હવાઈચોક, દિગ્વિજય પ્લોટ-ર૦ (અંબિકા ડેરીની બાજુમાં), વિકાસ ગૃહ રોડ, પટેલ સમાજ સામે, ખાવડી રિલાયન્સ ટાઉનશીપમાં દાન સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંધ-અપંગ ગૌ આશ્રમમાં સંસ્થા દ્વારા ગૌમાતાની રજવાડી સેવા આપતી સંસ્થા

ર૪ કલાક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ તેમજ અકસ્માતગ્રસ્ત ગૌમાતાને સંસ્થાને વાહન મારફતે આશ્રમમાં લાવી પૂરતી જરૃરી સારવારની પ્રશંસનીય કામગીરી કરતી સંસ્થા

ર૪ કલાક ગૌમાતા માટે એડમિશન ઓપન (કોઈપણ ચાર્જ વિના) કોઈપણ સમયે આ સંસ્થામાં ગૌમાતાનો સ્વીકાર કરતી સંસ્થા

ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૮પ હજારથી વધુનો ખર્ચ હોવા છતાં ખર્ચની ચિંતા ગૌમાતાઓ ઉપર છોડીને સંચાલકો દ્વારા લમ્પીગ્રસ્ત રખડતી-ભટકતી નિરાધાર ગૌમાતાઓને સ્વીકારવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh