Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા-સૂચનો-પરામર્શ
રાજકોટ તા. ૧૮: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ રાજકોટ અને ભાવનગર ડિવિઝન હેઠળ આવતા સંસદીય મતવિસ્તારના સાંસદો સાથે રાજકોટમાં બેઠક યોજી હતી. સૌ પ્રથમ, જનરલ મેનેજર મિશ્રએ સાંસદોનું સ્વાગત કર્યુ અને તેમને રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં નવીનતમ યાત્રી સુવિધાઓ અને સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.
આ બેઠક દરમિયાન સાંસદોએ તેમના વિસ્તારોની રેલવે સમસ્યાઓ, પ્રોજેકટસ, ટ્રેન સ્ટોપેજ, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોનું વિસ્તરણ, ટ્રેનોની ફ્રિકવન્સી વધારવા અને માળખાગત પ્રોજેકટસ સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અને મૂલ્યવાન સૂચનો આપ્યા હતાં. આ બેઠકમાં રાજકોટ અને ભાવનગર વિભાગીય ક્ષેત્રાધિકારના પાંચ સાંસદોએ ભાગ લીધો હતો, જેમાં પુરૂષોતમભાઈ રૂપાલા રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, રાજેશભાઈ ચુડાસમા અને ભરતભાઈ સુતરિયાનો સમાવેશ થતો હતો.
સાંસદ પૂનમબેન માડમ અને સાંસદ ચંદુભાઈ શિહોરાના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર, ભાવનગર ડિવિઝનલ રેલવે મનેજર રવિશ કુમાર અને પશ્ચિમ રેલવેના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી જનરલ મેનેજર (જનરલ) ઉજ્જવલ દેવ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન, જનરલ મેનેજર મિશ્રએ સાંસદોને હાલમાં ચાલી રહેલા વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેકટસ વિશે માહિતગાર કર્યા હતા અને કહ્યું હતું કે પશ્ચિમ રેલ્વે હંમેશા તેના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ મુસાફરોની સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. સાંસદોએ પણ પોતાની માંગણીઓ રજૂ કરી અને આ મંડળોમાં ચાલી રહેલા પ્રોજેકટ્સની સકારાત્મક પ્રગતિ પ્રત્યે સંતોષ વ્યકત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial