Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતરિક્ષમાં ૨૮૬ દિવસ વિતાવ્યા પછી બુચ વિલ્મોર સાથે
નવી દિલ્હી તા. ૧૮: આજે સવારે સ્પેસ સ્ટેશનથી ડ્રેગન અંતરિક્ષ યાનમાં રવાના થયેલી સુનિતા વિલિયમ્સ બુચ વિલ્મોર સાથે મધ્યરાત્રિ પછી ફલોરિડા પહોંચશે તેવા અહેવાલો છે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં ૨૮૬ દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહૃાા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન આજે સવારે (૧૮ માર્ચ, મંગળવાર) ૧૦.૩૫ વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.
નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન ૧૦ દિવસનું હતું. જોકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરિક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે ૯ મહિના ત્યાં જ વિતાવ્યા. હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરિક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહૃાા છે.
સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઈલોન મસ્કની સ્પેસ એક્સે મિશન શરુ કર્યું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચની જગ્યાએ નાસાએ અન્ય ચાર અંતરિક્ષયાત્રીઓને સ્પેસ સ્ટેશન પહોંચાડ્યા છે. ડ્રેગન નામક અંતરિક્ષયાનને પૃથ્વી પર પરત આવવામાં આશરે ૧૭ કલાકનો સમય લાગશે. ભારતીય સમય અનુસાર ૧૯ માર્ચે વહેલી સવારે ૩:૨૭ વાગ્યે ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી યાન દરિયામાં ઉતરશે.
ડ્રેગન યાનનું કેપ્સ્યુલ ફ્લોરિડા નજીક પેરાશૂટની મદદથી દરિયામાં ઉતરશે. અહીં એક ક્રૂ તૈયાર જ હશે જે કેપ્સ્યુલ રિકવર કરશે અને તેમાં સવાર અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવશે. જે બાદ ચારેય અંતરિક્ષયાત્રીઓને જોનસન સ્પેસ સેંટર, હૃાુસ્ટન રવાના કરી દેવાશે.
ઉલ્લેખનિય છે કે, અંતરિક્ષયાત્રીઓ ત્યાં જઈને રહે છે અને પ્રયોગો કરે છે. ત્યાંનું જીવન પૃથ્વીથી સાવ અલગ છે. ત્યાંનો દિવસ ફક્ત ૪૫ મિનિટનો હોય છે અને ૨૪ કલાકમાં ૧૬ સૂર્યોદય અને ૧૬ સૂર્યાસ્ત જોવા મળે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી ૪૦૮ કિલોમીટર દૂર છે. એ સ્થિર નથી રહેતું, સતત ગતિશીલ રહે છે, પૃથ્વીની આસપાસ ફરતું રહે છે. તે ૨૮૧૬૩ કિલોમીટર (૧૭૫૦૦ માઇલ) પ્રતિ કલાકની અધધધ ઝડપે ફરે છે. પૃથ્વીનું કદ (વ્યાસ ૧૨,૭૪૨ કિમી) અને સ્પેસ સ્ટેશનનું પૃથ્વીથી અંતર (૪૦૮ કિમી) એ બે ફેક્ટરને આધારે આઈએસએસની ઝડપ નક્કી થાય છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પાંચ બેડરૂમના ઘર (અથવા બે બોઇંગ ૭૪૭ વિમાન) જેટલું મોટું છે. તેના તમામ છેડાઓને સમાવીને માપવામાં આવે તો તેનો પથારો ફૂટબોલના મેદાન જેટલો થાય. તેમાં ૬ લોકોની ટીમ અને અમુક મર્યાદામાં મહેમાનો રહી શકે છે. હાલ સ્પેસ સ્ટેશનમાં ૮ લોકો છે. પૃથ્વી પર સ્પેસ સ્ટેશનનું વજન અંદાજે ૪૨૦૦૦૦ કિલોગ્રામ થાય.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઝડપ એટલી વધારે છે કે એને પૃથ્વીનું એક ચક્કર કાપતાં ફક્ત ૯૦ મિનિટ લાગે છે. એમાંના અડધો સમય એટલે કે ૪૫ મિનિટ આઈએસએસ સૂર્યપ્રકાશમાં વિતાવે છે અને બાકીની ૪૫ મિનિટ પૃથ્વીના પડછાયામાં વિતાવે છે. તેથી આઈએસએસ પર હાજર અંતરિક્ષયાત્રીને ૪૫ મિનિટના દિવસ અને ૪૫ મિનિટની રાતનો અનુભવ થાય છે. મતલબ કે, ૯૦ મિનિટમાં એક આખો દિવસ પૂરો!
દરેક પરિભ્રમણ દરમિયાન આઈએસએસ જ્યારે અંધકારમાંથી અજવાળા તરફ સંક્રમણ કરે છે ત્યારે સ્પેસ સ્ટેશન પર સવાર અંતરિક્ષયાત્રીને સૂર્યોદય જોવા મળે છે. એ જ રીતે આઈએસએસ જ્યારે અજવાળામાંથી અંધકાર તરફ સંક્રમણ કરે છે ત્યારે સ્પેસ સ્ટેશન પર સવાર અંતરિક્ષયાત્રીને સૂર્યાસ્ત જોવા મળે છે. ૨૪ કલાક ૬ ૯૦ મિનિટ = ૧૬, એવું સાદું ગણિત માંડીએ તો જાણવા મળે છે કે પૃથ્વી પર ૨૪ કલાક પસાર થાય એટલા સમયમાં આઈએસએસ પૃથ્વીની ૧૬ પરિક્રમા કરી નાંખે છે. એટલે અંતરિક્ષયાત્રીને ૨૪ કલાકમાં ૧૬ સૂર્યોદય અને ૧૬ સૂર્યાસ્ત જોવા મળે છે.
ઇઙ્મટરનેશનલ સ્પેસ સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર, ૧૯૯૮માં લોન્ચ કરવામાં આવ્યો હતો. એ એક રશિયન મોડ્યુલ હતું જેને 'ઝાર્યા' નામ અપાયું હતું. એના બે અઠવાડિયા પછી 'યુનિટી નોડ' અંતરિક્ષમાં મોકલાયું હતું અને અંતરિક્ષયાત્રીઓએ બંને ભાગને સફળતાપૂર્વક જોડ્યા હતા. આગામી બે વર્ષમાં સ્પેસ સ્ટેશનમાં વધુ હિસ્સા જોડવામાં આવ્યા હતા. ૨ નવેમ્બર, ૨૦૦૦થી ત્યાં માનવ વસવાટ શરુ થયો હતો. નાસા અને વિશ્વભરના તેના ભાગીદારોએ મળીને ૨૦૧૧માં સ્પેસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial