Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં "મંગલ": સેન્સેકસમાં પ્રારંભિક ૯૦૦ પોઈંટનો ઉછાળો

રોકાણકારોની મુઠ્ઠીમાં ચાર લાખ કરોડ રૂપિયાનો વધારો

મુંબઈ તા. ૧૮: આજે સેન્સેકસે ૧૩ દિવસ બાદ પ્રારંભિક ૯૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ફરી ૭૫૦૦૦ની સપાટી વટાવી દીધી હતી. જેથી રોકાણકારોની મૂડી ૪ લાખ કરોડ વધી છે.

વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૧૩ દિવસ બાદ ફરી ૭૫૦૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહૃાો છે. આજે પ્રારંભમાં જ નિફ્ટી ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળી ૨૨૭૫૨.૪૫ પર ટ્રેડ થઈ રહૃાો હતો. મોર્નિંગ સેશનમાં આઈટી, બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, ટેક્નોલોજી, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ ૧ ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહૃાા હતાં.

શેરબજારમાં મોટા ઉછાળા સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. ૪ લાખ કરોડનો સુધારો જોવા મળ્યો છે. શેરબજારમાં ફેબ્રુઆરીથી શરૂ થયેલી મંદીના માહોલ વચ્ચે અગાઉ ૨૧ ફેબ્રુઆરી સુધી સેન્સેક્સ ૭૫૦૦૦નું લેવલ જાળવી શક્યો હતો. ૨૧ ફેબ્રુઆરીના રોજ ૭૫૩૧૧.૦૬ પર બંધ આપ્યા બાદ વોલેટિલિટી વધતાં ૭૫૦૦૦નું લેવલ ગુમાવ્યું હતું. ત્યારબાદ છેક આજે ૧૩માં ટ્રેડિંગ સેશનમાં ૯૦૦ પોઈન્ટથી વધુ ઉછાળા સાથે ૭૫૦૦૦ના લેવલે કારોબાર શરૂ થયો હતો.

સેન્સેક્સ ૫૦૦ પોઈન્ટના સુધારે ખૂલ્યા બાદ ૯૦૦ પોઈન્ટ ઉછળી ૭૫૦૦૧.૪૬ની સપાટીએ પહોંચ્યો હતો. જે ૧૦.૨૧ વાગ્યે ૭૯૯.૦૭ પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહૃાો હતો. સેન્સેક્સ પેકમાં આજે ઝોમેટો ૩.૨૪ ટકાના ઉછાળા સાથે ટોપ ગેનર તરીકે ટ્રેડ થઈ રહૃાો છે.

બીજી તરફ બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને બજાજ ફિનસર્વ નજીવા ઘટાડે ટ્રેડ થઈ રહૃાા છે. ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના રિટેલ સેલ્સના સકારાત્મક આંકડાઓએ વૈશ્વિક શેરબજારમાં સુધારાને ટેકો આપ્યો હતો. ફેડ રિઝર્વે  એફઓએમસી બેઠક આ મંગળવાર અને બુધવારે યોજાશે. જેમાં તે વ્યાજના દરો ૪.૨૫ -૪.૫૦ ટકાના દરે જાળવી રાખે તેવી શક્યતાઓ નિષ્ણાતો આપી રહૃાા છે.

ચીનમાં પણ રિટેલ વેચાણ વધ્યા છે. પરિણામે વૈશ્વિક સ્તરે ઈકોનોમી પોઝિટિવ રહેવાનો સંકેત મળી રહૃાો છે. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સકારાત્મક પરિબળો અને ટેક્નિકલી મોટા કરેક્શન બાદ નીચા મથાળે ખરીદી વધી છે. એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈ મજબૂતપણે બાયિંગ વેલ્યૂ વધારી રહૃાા છે. માર્કેટ નિષ્ણાતના મતે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.

અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. જો કે, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓના કારણે નજીકના ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી જળવાઈ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh