Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધવિરામને ઠેંગો... હમાસ પણ આકરા પાણીએ
નવી દિલ્હી તા.૧૮: ગાઝા ઉપર ફરી ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં ૨૦૦ના મોત થયા છે. મૃતકોમાં એક બાળકોનો પણ સમાવેશ થાય છે. યુદ્ધવિરામનો ભંગ થતાં બંધકોનાં જીવ જોખમમાં મુકાયા છે. હમાસે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ ૨ મહિના પછી યુદ્ધવિરામ તૂટી ગયો છે. મંગળવારે સવારે ઇઝરાયલે ગાઝા પર મોટો હુમલો કર્યો. લગભગ ૨૦૦ લોકોના મોત થયાના અહેવાલ છે. મૃત્યુઆંક સતત વધી રહૃાો છે. ઇઝરાયલે હુમલો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે, જે દર્શાવે છે કે યુદ્ધ ફરી એકવાર શરૂ થવાનું છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ઇઝરાયલ ફરી એકવાર જમીન પર આક્રમણ કરવાની યોજના બનાવી રહૃાું છે. આ ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોની પાછી ખેંચી લેવાનો સંકેત આપે છે.
રોકેટ હુમલામાં ઘણાં બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. હવાઈ હુમલા પછી, ઇઝરાયલી સેનાએ એમ પણ કહયું કે ગાઝામાં તેનું લશ્કરી ઓપરેશન હવાઈ હુમલાઓ ઉપરાંત ચાલુ રહેશે. ઇઝરાયલી સેનાએ કહૃાું કે તે ગાઝામાં હમાસ કમાન્ડરોને મારવાનું ચાલુ રાખશે અને તેમના આતંકવાદી ઠેકાણાઓને પણ નિશાન બનાવશે. સેનાએ કહૃાું કે જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે અને ઓપરેશનને હવાઈ હુમલાઓથી આગળ વધારવામાં આવશે.
બીજી તરફ, હમાસે ચેતવણી આપી છે કે ગાઝામાં ઇઝરાયલના નવા હુમલાઓ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે અને બંધકોના ભાવિને જોખમમાં મૂકે છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટોમાં પ્રગતિના અભાવને કારણે તેમણે હુમલાઓનો આદેશ આપ્યો. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ઇઝરાયલ હવે હમાસ સામે લશ્કરી શક્તિમાં વધારો કરીને કાર્યવાહી કરશે. આ હુમલાથી મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિના દરમિયાન યુદ્ધવિરામનો ભંગ થયો હતો અને ૧૭ મહિનાના યુદ્ધમાં સંપૂર્ણ યુદ્ધની સંભાવના વધી ગઈ હતી.
ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં ઇઝરાયલી હુમલાઓમાં ૪૮૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે અને ગાઝામાં વ્યાપક વિનાશ થયો છે. આ હુમલાથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લગભગ બે ડઝન ઇઝરાયલી બંધકોનું ભાવિ પણ જોખમમાં મુકાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial