Advertisement
Author: નોબત સમાચાર

સાતેક વર્ષ પહેલાં ભારતમાં ઘૂસ્યા પછી દ્વારકા પાસેથી પાંચ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ ગઈ

ઓળખ છુપાવી સાત વર્ષ સુધી જુદા જુદા શહેરોમાં બિનદાસ્ત ફરી હોવાની કેફિયતઃ

જામનગર તા.૧૮ : દ્વારકા શહેર પાસે આવેલા રૂક્ષ્મણી મંદિર પાછળના ભાગમાં વસવાટ કરતી પાંચ મહિલાની શંકાસ્પદ હિલચાલ અંગે દ્વારકા એસઓજીને બાતમી મળ્યા પછી ત્યાં દોડી ગયેલી ટીમે પાંચ મહિલાની અટકાયત કરી પૂછપરછ કરતા આ મહિલાઓ બાંગ્લાદેશની વતની હોવાનું અને સાતેક વર્ષ પહેલાં નદી મારફતે ભારતમાં ઘૂસ્યાનું ખૂલ્યું છે. જામનગર સહિત કેટલાક શહેરોમાં જઈ આ મહિલાઓ મજૂરીકામ કરી જીવન નિભાવ કરતી હોવાનું અને હાલમાં દ્વારકા પહોંચી હોવાનું ખૂલ્યું છે. તેણી મજૂરીથી કમાયેલા પૈસા ઓનલાઈન અથવા બેંક મારફત એજન્ટને આપ્યા પછી તે પૈસા બાંગ્લાદેશ પહોંચાડતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દ્વારકા નજીકના રૂપેણ બંદર રોડ પર આવેલા રૂક્ષ્મણી મંદિર પાછળના ભાગમાં અલગ જ ભાષા બોલતી પાંચેક મહિલા રહેતી હોવાની અને તે મહિલાઓ હંમેશા પોતાનો ચહેરો ઢાંકીને રાખતી હોવાની વિગત દ્વારકા એસઓજીને મળતા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી એસઓજી ટીમ દોડી હતી.

તે સ્થળેથી પાંચ મહિલા મળી આવી હતી. તે મહિલાઓની પૂછપરછ કરાતા તેણી બાંગ્લાદેશથી સાતેક વર્ષ પહેલાં નદીવાટે ભારતમાં ઘૂસી ગયાની અને આટલા વર્ષાે સુધી સુરત, વડોદરા, અમદાવાદ તેમજ જામનગર અને હવે દ્વારકા સુધી પહોંચી હોવાનું ખૂલ્યું છે. આ મહિલાઓ પાસે રહેલા મોબાઈલની તલાશી લેવાતા તેમાંથી બાંગ્લાદેશી ભાષામાં જન્મ તારીખના દાખલા, આઈકાર્ડ, ફોટા તેમજ બાંગ્લાદેશના કેટલાક નંબર મળી આવ્યા છે.

ઉપરોક્ત મહિલાઓએ પાસપોર્ટ કે વીઝા વગર જ ભારત દેશમાં ઘૂસી ગઈ હોવાનું બહાર આવ્યું છે. રૂબી પોનુખા (ઉ.વ.૩૫), સાદીયા ઉર્ફે શિતલ સકુર ઈશાક શેખ (મીનેશ રોહિતભાઈ સોની) (ઉ.વ.૨૬), સુમી ઉર્ફે રીયા રોબી કાદર શેખ, ખાલીદા ઉર્ફે નઝમા મહંમદઅલી રાણા (ઉ.વ.૩૩) અને રૂબી રોબી કાદર શેખ (ઉ.વ.૩૫) નામની આ મહિલાઓ સાત વર્ષથી ભારતમાં જુદા જુદા શહેરોમાં ફરી જે મળે તે મજૂરીકામ કરી પૈસા કમાતી હોવાનું અને તે પૈસા પશ્ચિમ બંગાળના એક એજન્ટને ઓનલાઈન તથા બેંક દ્વારા મોકલાવતી હતી અને ત્યાંથી આ પૈસા કમીશન કાપ્યા પછી બાંગ્લાદેશ પહોંચાડાતા હોવાનું જણાઈ આવ્યું છે.

ઉપરોક્ત પાંચેય બાંગ્લાદેશી મહિલાઓ સાથે અન્ય કોઈ શખ્સો આવ્યા છે કે કેમ? અને ભારતમાં તેઓના ઘૂસવાના સોર્સ અંગે કડક પૂછપરછ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh