Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રમુખ-ઉપપ્રમુખ વગેરે હોદ્દેદારોની થશે નિમણૂકઃ
જામનગર તા. ૧૮: ધ્રોળ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ની ચાર બેઠકો માટેની યોજાયેલી ચૂંટણીમાં આજે મતગણતરી યોજવામાં આવી હતી. આ ચારેય બેઠકવાળી આખી ભાજપની પેનલનો વિજય થયો છે.
ધ્રોળ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ની ચાર બેઠકો માટે ગત્ રવિવારે મતદાન થયું હતું. જેમાં ૮૧ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
પછી આજે સવારે ધ્રોળ પ્રાંત કચેરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચાર બેઠકની ચૂંટણી માટે ભાજપના ચાર, કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના બે મળી કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં હતાં.
આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવતા ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. ભાજપના ઉમેદવારો ઈલાબેન લખમણભમાઈ બાંભવા (૧૬૧૩), શાંતુબા સહદેવસિંહ જાડેજા (૧૩૬૬), વલ્લભભાઈ મોહનભાઈ પરમાર (૧૩૬૧) અને લખમણભાઈ વસ્તાભાઈ નકુમ (૧ર૯પ) નો જવલંત વિજય થયો છે.
જો કે, કોંગ્રેસના પણ તમામ ચાર ઉમેદવારોએ પણ સારી લડત આપી હતી, પરંતુ તેમને એક પણ બેઠક મળી નથી, જ્યારે 'આપ'ના બન્ને ઉમેદવારોને થયેલ મતદાનમાંથી એકથી બે ટકા જ મત મળ્યા હતાં.
ધ્રોળ નગરપાલિકાનું ફાઈનલ ચિત્ર જોઈએ તો સાત વોર્ડ અને ર૦ બેઠકોમાંથી ભાજપને ૧૯ બેઠક, કોંગ્રેસને આઠ અને અપક્ષને એક બેઠક મળી છે. આમ ધ્રોળ નગરપાલિકામાં ભાજપએ શાસનધુરા સંભાળવા તરફ પ્રયાણ કર્યું છે. હવે પક્ષ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે.
ભાજપની આખી પેનલ ધ્રોળ નગરપાલિકામાં વિજેતા થતા પક્ષના ઉમેદવારોને અભિનંદન પાઠવાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial