Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રક ટેઈલરના ચાલક સામે ફરિયાદઃ
જામનગર તા.૧૮: જામનગર તાલુકાના રામપર ગામ પાસે પાર્ક કરેલા ટ્રકની પાછળ ટ્રક ટેઈલર ઘૂસી ગયું હતું અને તેની પાછળ અન્ય એક કાર ઘૂસી જતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અંગે ટ્રક ટ્રેકટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટ તાલુકના બામણબોર ગામમાં રહેતા મુકેશભાઈ રવજીભાઈ ચૌહાણે ગત તા.૧૬ના સવારના પોતાના ટ્રકમાં પંક્ચર પડતા જામનગર તાલુકાના રામપર ગામના પાટીયાથી જાંબુડા ગામના પાટીયા તરફ જતા માર્ગ પર ટ્રક પાર્ક કર્યાે હતો. આ સમયે આરજે-૧૯-જીએફ ૫૧૨૯ નંબરના ટ્રક ટેઈલર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ થી ચલાવીને બંધ ટ્રકની પાછળ ઘૂસાડી દીધુ હતું. આ જ સમયે ટ્રક ટેઈલરની પાછળ આવી રહેલા જીજે-૩-એમઆર ૭૬૩૮ નંબરની કાર પણ આ ટ્રક સાથે અથડાતા ત્રિપલ વાહન અકસ્માત થયો હતો. આ બનાવમાં ત્રણેય વાહનોમાં નુકસાન થયું હતું. આથી મુકેશભાઈ ચૌહાણે ટ્રક ટેઈલરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial