Advertisement
Author: નોબત સમાચાર

સ્ટાર્ટ અપ ઈન્વેસ્ટમેન્ટ પીચ સિઝન-ર નું એપ્રિલ ર૦રપ માં આયોજન

જામનગર ર૦૩૦ ગ્રુપ દ્વારા

જામનગર તા. ૧૮: જામનગરમાં સૌ પ્રથમ વખત જામનગર ર૦૩૦ ગ્રુપ દ્વારા યોજાયેલ સ્ટાર્ટ અપ ઈન્વેસ્ટમેન્ટ પીચ સિઝન-૧ ની અભૂતપૂર્વ સફળતા પછી એપ્રિલે ૪, પ, ૬ એપ્રિલે સ્ટાર્ટ અપ ઈન્વેસ્ટમેન્ટ પીચ સિઝન-ર નું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટાર્ટ અપ પીચ સિઝન-૧ ની સફળતા તથા સિઝન-ર ના આયોજન અંગે જાણકારી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર ર૦૩૦ ગ્રુપના ડીરેક્ટર રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે જામનગર ર૦૩૦ ગ્રુપ માત્ર એક કંપની નથી, પણ જામનગરને વિક્સાવવા માટેનું એક લક્ષ્ય છે.

પ્રથમ સિઝનના ઈવેન્ટમાં યુવા ઉમેદવારોએ સારા અને યુનિક આઈડિયા રજૂ કર્યા હતાં, અને ઈન્વેસ્ટરોએ તેમના આઈડિયામાં રસ દાખવી રોકાણની તૈયારી બતાવી હતી.

એપ્રિલમાં યોજાનાર સિઝન-૨ મા માત્ર ગુજરાતના નહીં, પણ વિદેશના ઈન્વેસ્ટરો પણ ઓનલાઈન જોડાશે. સિઝન-ર માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જામનગર શહેર/જિલ્લાના યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાના આ મિશનમાં ઈન્વેસ્ટરોને ઉપસ્થિત રહી સહયોગ આપવા રાજેશ ગાંધીએ અપીલ કરી હતી.

સ્ટાર્ટ અપ ઈન્વેસ્ટમેન્ટ પીચ સિઝન-ર અંગે વધુ જાણકારી તથા રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નં. ૯૧ ૭૬૦૦૪ ૦પ૦પપ ઉપર અથવા વેબસાઈટઃ ુુુ.દ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ૨૦૩૦.ર્ષ્ઠદ્બ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું.

પત્રકાર પરિષદમાં સિઝન-૧ ના નોંધપાત્ર પીચ રજૂ કરનારા જીગ્નેશ જોગલ (એઆઈ સ્ટાર્ટ અપ), ડો. યોગેશ કુમાર એન્ડ ટીમ (સ્પીડ ડિલિવરી સ્ટાર્ટ અપ), અંજના વસોયા (વેસ્ટ ટુ બેસ્ટ ફેશન બ્રાન્ડ), નંદીની વિઠ્ઠલાણી (ફૂડ સ્ટાર્ટ અપ) એ તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh