Advertisement
Author: નોબત સમાચાર

'ક્રિટીકલ કેર' ક્ષેત્રે સર્વશ્રેષ્ઠતાનો એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના એકમાત્ર તબીબ

ડૉ. તેજશ કરમટાની તેજોમય સિદ્ધિ

રાજકોટ તા. ૧૮: ડોક્ટર એ માત્ર ટાઇટલ કે વ્યવસાય નથી પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. ડોક્ટરની જવાબદારી માત્ર રોગ જાણીને દવા આપવા પૂરતી સીમિત નથી. જરૂરી સમયે જરૂરી નિર્ણયો લેવા ખૂબ જ આવશ્યક છે. આવાજ જરૂરી નિર્ણયો લઇને અનેક દર્દીઓને નવજીવન આપનાર ગોકુલ હોસ્પિટલના ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ અને ડાયરેક્ટર ડૉ. તેજસ કરમટાએ તાજેતરમાં ક્રિટીકલ કેર ક્ષેત્રે ફેલોશીપ ઓફ ઇન્ડિયન કોલેજ ઓફ ક્રિટીકલ કેર મેડિસિનનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ મેળવી તેજોમય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અભૂતપૂર્વ એવોર્ડ મેળવનાર તેઓ ગુજરાતમાંથી એકમાત્ર તબીબ બન્યા છે.

મૂળ જૂનાગઢના અને વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર ડૉ. તેજસ કરમટાનું આરોગ્ય ક્ષેત્રે બહુ મોટુ યોગદાન રહૃાું છે. તેઓએ જામનગરથી એમબીબીએસ અને એમડી મેડિસિનની ડિગ્રી પ્રાપ્ત કરી છે તેમજ જામનગરમાં પણ આરોગ્ય ક્ષેત્ર અનન્ય કાર્ય કર્યું છે. તેઓએ ક્રિટિકલ કેર ની ડિગ્રી મુંબઈ જસલોક માંથી મેળવી છે. તેમના ક્રિટીકલ કેર મેડિસિનમાં શિક્ષણ, તાલીમ અને સંશોધનને પ્રાધાન્ય આપી પસંદગીની ખૂબજ મુશ્કેલ પ્રક્રિયાઓમાંથી પસાર થઇ ઇન્ડિયન કોલેજ ઓફ ક્રિટીકલ કેર મેડિસિનની ક્રેડેન્સીયલ કમીટી દ્વારા દેશભરમાંથી આવેલ ડોક્ટરોની અરજીમાંથી ડૉ. કરમટાની અરજીને પસંદ કરી આઈએસસીસીએમના નેશનલ પ્રેસિડન્ટ તથા ચાન્સેલર ઓફ આઈએસસીસીએમ  ડૉ. પ્રદિપકુમાર ભટ્ટાચાર્યના હસ્તે ૪૦૦૦ જેટલા ડોક્ટર્સની ઉપસ્થિતિમાં કોચીમાં યોજાયેલ ક્રિટીકલ કેરના રાષ્ટ્રીય અધિવેશનમાં આ એવોર્ડ અપાયો હતો. નોંધનીય છે કે, દેશભરના કુલ ૧૭ ઇન્ટેન્સીવીસ્ટ (ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) ને આ ડીગ્રી એવોર્ડ એનાયત કરાયો હતો જેમાં ગુજરાતમાંથી રાજકોટના એકમાત્ર ડૉ. તેજસ કરમટા પસંદગી પામ્યા હતા.

ક્રિટીકલ કેર વિશે જનજાગૃતિ માટે ક્રિટીકલ કેર અને આપણે નામનું પુસ્તક ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં અનુવાદ કરી સંપાદિત કરનાર ડૉ. તેજસ કરમટા ૨૦૧૧ થી લઇ ૨૦૧૮ સુધી ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન રાજકોટ બ્રાન્ચમાં સભ્યથી લઇ, સેક્રેટરી અને ચેરમેન સુધીની ફરજ બજાવી ચૂક્યા છે. તેઓએ રાજકોટ કલેક્ટર દ્વારા કોરોના વોરિયર્સ એવોર્ડ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પેટ્રન એવોર્ડ, યુરો એશિયા કોન્ફરન્સમાં એપ્રિસિએશન એવોર્ડ, નેશનલ આઈએસસીસીએમ ડે સેલિબ્રેશનમાં પણ એપ્રિસિએશન એવોર્ડ અને પ્રેસિડેન્શિયલ સાઇટેશન એવોર્ડ સહિત અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કર્યા છે. ડૉ. કરમટા ઇન્ડિયન કોલેજ ઓફ ક્રિટિકલ કેર મેડિસિન દ્વારા ચાલતા વિવિધ અભ્યાસો જેવાકે આઈડીસીસીએમ, સીટીસીસીએમ અને આઇડીસીસીએનમાં અધિકૃત પ્રોફેસર તરીકે માન્યતા પણ ધરાવે છે. નોંધનીય છે કે, તમામ શૈક્ષણિક અને સોશિયલ એક્ટિવિટીમાં તેઓનું માર્ગદર્શન મહત્ત્વનો ભાગ ભજવે છે.

આરોગ્ય ક્ષેત્રે ડૉ. તેજસ કરમટાએ વ્યસન મુક્તિ અભિયાન, કોરોના વોરિયર, રાજકોટ જિલ્લામાં તમામ શાળા કોલેજો તથા પોલીસ વિભાગના કર્મચારીઓ અને હોમગાર્ડના કર્મચારીઓ માટે સીપીઆર ટ્રેનિંગ, સીએચસી અથવા પીએચસીના કર્મચારીઓને વેન્ટિલેટરના ઉપયોગનું પ્રેઝન્ટેશન કરી જાગૃતિ માટેના કાર્યક્રમો સહિત અનેક આરોગ્ય લક્ષી સેમિનાર અને વર્કશોપ કર્યા છે. ક્રિટીકલ કેર સાથે સોશ્યલ કેર ક્ષેત્રે ટ્રાફિક અવેરનેસ, ૨૫૦૦ થી વધુ યુવાને પગભર બનાવવા એજ્યુકેશન ટ્રેનિંગ, રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ સહિતની જવાબદારીઓ અદા કરી છે. ડૉ. કરમટા રાજકોટમાં આવેલ ઓર્ગન ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી છે અને અત્યાર સુધીમાં રાજકોટની વિવિધ હોસ્પિટલોના સહયોગથી આશરે ૧૧૨ થી વધારે ઓર્ગન ડોનેશન કરાવી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડેલ છે. હાલ ગોકુલ હાસ્પિટલમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ અને  ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. તેજસ કરમટાએ ગુજરાતમાંથી એકમાત્ર ફેલોશીપ ઓફ ઇન્ડિયન કોલેજ ઓફ ક્રિટીકલ કેર મેડિસિન એવોર્ડ પ્રાપ્ત કરનાર ડોક્ટર તરીકેની સિદ્ધિ મેળવી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh